વડોદરા મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો

મરણની પાકી નોંધ કરી આપવાના બદલામાં ૬ હજાર રૂપિયાની લાંચ માંગી હતી વડોદરામાં મરણની કાચી નોંધની પાકી નોંધ કરાવવા માટે લાંચ લેતા મામલતદાર કટેરીના એક કોમ્પ્યુટર ઓપરેટરને છઝ્રમ્ એ ઝડપી લીધો હતો. આ કેસની વિગત મુજબ ફરીયાદીએ ઇ-ધરા કેન્દ્ર મામલતદાર કચેરી, ડેસર ખાતે વેચાણ દસ્તાવેજની તેમજ મૈયતની કાચી નોંધની પાકી નોંધ કરવા અરજી કરી હતી. જે અરજીમાં કાંચી નોંધને પાકી નોંધમાં ફેરવવા વડોદરા જિલ્લાના ડેસર મામલતદાર કચેરીના ઈ-ધરા કોમ્પ્યુટર ઓપરેટર રાજેન્દ્રસિંહ આર.પરમારે રૂ.૬૦૦૦ ની માંગણી કરી હતી. જાેકે ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કર્યો હતો. ફરીયાદને આધારે એસીબીએ ઇ-ધરા કેન્દ્ર, જનસેવા કચેરીની સામે આવેલ પુર-નિયંત્રણ ઓફીસમાં જાળ બિછાવી હતી. જેમાં ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂા.૬૦૦૦/- સ્વીકારતા આરોપી રાજેન્દ્રસિંહ પરમાર ઝડપાઈ ગયો હતો.
Recent Comments