મહેસાણામાં પત્નીની હત્યા બાદ પતિએ ગળેફાંસો ખાધો
મહેસાણા જીલ્લામાં સતલાસણાના નવાવાસ રાજપુર ગામમાં ચકચાર મચાવતી ઘટના બનવા પામી છે મહેસાણામાં પત્નીની હત્યા બાદ પતિએ ગળેફાંસો ખાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પતિએ પત્નીની કુહાડી વડે ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મહેસાણા જીલ્લામાં સતલાસણાના નવાવાસ રાજપુર ગામમાં ચકચાર મચાવતી ઘટના બનવા પામી છે. માહિતી પ્રમાણે પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. હાલ મોતનું કારણ સામે આવ્યું નથી. સ્થાનિકોએ પોલીસને ઘટનાની જાણ કરી પોલીસે તપાસ શરૂ કરી છે, તેમજ ગુનો નોંધી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.
Recent Comments