fbpx
ગુજરાત

શાહપુરમાંથી ૧.૨૯ લાખની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે આરોપી ઝડપાયા

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૫૧૨ રીલ તથાબે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. રૂ. ૧,૩૪,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો ઉતરાયણમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ હોવાછતા કેટલાક શખ્સો આ પ્રકારની જીવલેણ દોરી વેચતા હોય છે. જેમાં શાહપુર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. ડીસીપી ઝોન-૨ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાલુપુરમાં હેબન સૈયદની દરગાહ સામે પઠાણવાડ ખાતે રહેતા મેહસીન એસ. સિપાહી અને કાલુપરમાં જૈનબ એવન્યુ ફ્લેટમાં રહેતા મોહમ્મદ સઈદ જી.મન્સુરીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે રૂ. ૧,૨૯,૦૦૦ ની કિંમતના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૫૧૨ રીલ તથાબે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. રૂ. ૧,૩૪,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં આરોપી મોહમ્મદ સઈદ વિરૂધ્ધ અગાઉ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગપનો નોંધાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Follow Me:

Related Posts