રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત અને એક ઇજાગ્રસ્ત
રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત થયા છે અને એક ઇજા પામ્યો છે. સુરેન્દ્રનગરમાં અમદાવાદ-લીંબડી હાઇવે પર મોડી રાત્રે થેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. દેવપરા ગામના પાટીયા પાસે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત થયા છે અને એક ઇજા પામ્યો છે. સુરેન્દ્રનગરમાં અમદાવાદ-લીંબડી હાઇવે પર મોડી રાત્રે થેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. દેવપરા ગામના પાટીયા પાસે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. અજાણ્યા વાહનચાલકે રાહદારી યુવાનને અડફેટે લીધો હતો. રાહદારી યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જીને ભાગી છૂટ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. આ ઉપરાંત બોટાદમાં ભાવનગર-અમદાવાદ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત થયો હતો. હોટેલ પાસે ખાનગી બસની અડફેટે આવતા યુવકનું મોત થયું હતું. ઘટનાસ્થળે યુવકનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થવાના પગલે બરવાળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બરવાળા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવક કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર દ્વારકા રોડ પર અકસ્માતમાં એકનું મોત થયું છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું છે. ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઇક સવાર યુવકનું મોત થયું હતું. બનાસકાંઠામાં ભાભર-સુઈગામ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. ભાભરના અબાળા ગામ પાસે અકસ્માત સર્જાયો છે. ટ્રેક્ટર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ફોરચ્યુનર કારે ટક્કર મારતા ટ્રેક્ટર પલ્ટી મારી ગયું હતું. સદનસીબે અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી ન હતી. અકસ્માત થતાં લોકોના ટોળા ઉમટ્યા હતા.
Recent Comments