fbpx
અમરેલી

ભાજપના સાશન માં ગુજરાત ની દીકરીનો  “વરઘોડો” અને અન્ય રાજ્યોમાં મહિલા સન્માન ની નીતિ સામે રોષ ઠાલવવા નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ને પત્ર પાઠવતા પ્રતાપ દુધાત.

ભાજપના સાશન માં ગુજરાત ની દીકરીનો  “વરઘોડો” અને અન્ય રાજ્યોમાં મહિલા સન્માન ની નીતિ સામે રોષ ઠાલવવા માન. નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી ને પત્ર પાઠવતા પ્રતાપ દુધાત. અધ્યક્ષ અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ અને પૂર્વ ધારાસભ્ય શ્રી સાવરકુંડલા-લીલીયા સરકાર મારફત રાજસ્થાન,મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉતર પ્રદેશ માં મહિલા નાં સન્માન અને ઉત્કર્ષ માટે  સંકલ્પ પત્ર થી બહેનો ને અલગ-અલગ રીતે  માસિક  ૨૫૦૦ ની સહાય તેમજ ગેસ નાં એલપીજી સીલીન્ડર માં સબસીડી  માધ્યમથી રૂ.૫૦૦ ની  રાહત   આપી રહી છે, વૃધ્ધ મહિલા ને રૂ. ૩૦૦૦ નું પેન્શન  મહિલા સન્માન યોજના હેઠળ રૂ. ૨૧૦૦ તેમજ  મફત વીજળી આપવવામાં આવી રહી છે 

પરંતુ ગુજરાત માં આપની સરકાર અવરિતપણે ૩૦ વર્ષથી સાશન કરી રહી છે. ત્યારે ગુજરાત ની બહેન-દીકરી માટે આવી યોજના આપવામાં આવતી નથી એલપીજી સીલીન્ડર માં રાહત પણ આપવામાં આવતી નથી પણ ત્યારે માત્ર નારી સંશક્તિકરણ ની જાહેરાતો કરવામાં આવી રહી છે પણ ગુજરાત ની બહેન-દીકરી ન્યાય માટે વલખા મારી રહી છે, ગુજરાત ની  દીકરી નું જાહેરમાં વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસતંત્ર દ્વારા કાયદાકીય જોગવાઈ નું ખુલ્લેઆમ  ઉલ્લધન  કરવામાં આવી રહ્યું છે, તમામ  પ્લેટફોર્મ પર બહેન-દીકરી ને ન્યાય માટે જુજ્મવું પડી રહ્યું છે તેમ છતાં ન્યાય માટે કોઈ આશા રહી નથી 

આમ છેલ્લા ૩૦ વર્ષ નાં આપની ગતિશિલ અને સ્વેદનશિલ સરકાર દ્વારા અન્ય રાજ્યોમાં મહિલાઓ બહેન-દીકરી ને સહાય આપી રહી  છે , ગુજરાત માં આવી યોજના અંતર્ગત કોઈ લાભ નહી ? ગુજરાત સરકાર માં ગુજરાતી કહેવત  મુજબ “એક ને ગોળ અને એક ને ખોળ”  જેવી પરીસ્થિત નું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે ગુજરાત ની મહિલાઓ-બહેન-દીકરીઓ ને ન્યાય  શા માટે નહી,  પણ ગુજરાત ની  કું. દીકરીના રાત્રીના સમયે વરઘોડા નીકળી શકે છે, ગુજરાત ની દીકરી નેજ અન્યાય પણ ન્યાય ની કોઈ અપેક્ષા નહી, તેવા વેધક સવાલો  ઉઠાવાયા હતા અને સાથો સાથ ગુજરાત ની બહેન-દીકરી ને યોગ્ય નિષ્પક્ષ રીતે  ન્યાય મળે તેવા શુભ આશય થી માન.નરેન્દ્રભાઈ મોદી શ્રી પ્રધાનમંત્રી ને પત્ર પાઠવતા પ્રતાપ દુધાત. અધ્યક્ષ અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ અને પૂર્વ ધારાસભ્ય શ્રી સાવરકુંડલા-લીલીયા

Follow Me:

Related Posts