શાખપુર સરકારી આયુર્વેદિક દવાખાનુ સમગ્ર પંથક માટે આશીર્વાદ રૂપ છે પણ જીર્ણોદ્ધાર ઝંખે છે
દામનગર ના શાખપુર ગામે જિલ્લા પંચાયત સંચાલિત સરકારી આયુર્વેદિક દવાખાનુ ઘણા વર્ષોથી ચાલુ હોય જેનું મકાન અતિ જર્જરીત અને વર્ષો જૂનું હોય હાલ ત્યાં ડોક્ટર શુક્લા સારી એવી કામગીરી કરે છે અને ઓપીડી માં દર્દીઓ આયુર્વેદિક દવા નો લાભ લઈ રહ્યા છે જે હાલ બીજી સંસ્થાના મકાનમાં બેસીને દવાખાને ની કામગીરી ચાલી રહી છે આ અગાઉ પણ આ દવાખાના નું મકાન બનાવવા ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવી છે જેથી શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણે રજૂઆત કરી શકે આગામી સમયમાં ગુજરાત સરકાર પાસે એવી અપેક્ષા છે આગામી બજેટમાં આયુર્વેદિક દવાખાનાનો શાખપુર નો સમાવેશ કરી અને મંજૂર કરવામાં આવશે તેવી સમગ્ર ગ્રામજનોને પણ આશા છે દવાખાનાની પોતાની પોણા ત્રણ વીઘા જમીન છે ૮૧૦૭ સ્ક્વેર ફૂટમાં જગ્યા છે જે રેવન્યુ રેકર્ડ માં ૭-૧૨-૮ ખાતા નંબર ૬૮૫ ઉપર ચાલે છે આ આયુર્વેદિક દવાખાનું મકાન બનાવવામાં આવે તો ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારનો સારી એવી કામગીરી અને છેવાડા ના માનવી સુધી આ આયુર્વેદિક દવાનો લાભ મળી શકે તેમ છે તો આ નવા બજેટમાં શાખપુર સહિત આજુબાજુ ના ૧૦ જેટલા સમગ્ર ગ્રામ્ય લાભ મળી શકે તેમ છે સમગ્ર પંથક ની મીટ આયુર્વેદિક દવાખાના નું મકાન મંજુર થાય તે તરફ મંડાઇ રહી છે જેથી ગુજરાત સરકારને નમ્ર અરજ કે આ દવાખાનું મકાન જેમ બને તેમ વહેલી તકે મંજૂર કરવામાં આવે તેવી રજૂઆત શાખપુર ગામના સરપંચ શ્રી જશુભાઈ ખુમાણે કરી છે
Recent Comments