ચીને સ્પેશ્યલ-પર્પઝ-બાર્જીઝ બનાવ્યા : તે દ્વારા તે તાઈવાન ઉપર સૈનિકો ઉતારી શકે તેમ છે
ચીને સ્પેશ્યલ-પર્પઝ-બાર્જીઝ બનાવ્યા છે. તેથી દુનિયામાં ચિંતાનું મોજુ પ્રવર્તી રહ્યું છે. રેડીયો-ફ્રી- એશિયા નિષ્ણાતોને ટાંકી જણાવે છે કે, આ બાર્જીસ બૈજિંગને તેના દળો ઝડપભેર તે ટાપુ રાષ્ટ્ર ઉપર ઉતરવામાં સહાયભૂત થઈ શકે તેમ છે. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે નોર્મેન્ડાના તટ ઉપર સાથી રાષ્ટ્રોએ આ પ્રકારના જ એમ્ફીલીયન બાર્જીસ દ્વારા સૈનિકોને ઉતાર્યા હતા. ચીન પણ તે પ્રકારનાં બાર્જીસ, ગુયાંગઝાઓ શિપયાર્ડ ઇન્ટરનેશનલ જે લોંગશુએ ટાપુ પર છે. ત્યાં બનાવી રહ્યું છે. તેણે આવા પાંચ બાર્જીસ તો ક્યારનાયે બનાવી લીધા છે. બીજા ટુંક સમયમાં બની જશે. આ બાર્જીસનું તળીયું સપાટ છે. તે તોફાની સમુદ્રમાં તથા છીછરાં પાણીમાં પણ તરતા રહી શકે તેમ છે. તે એટલા સક્ષમ બનાવાયા છે કે ભારે યુદ્ધ સાધનો, વાહનો અને સૈનિકો લઈ જઈ શકે તેમ છે. તેને તે માટે બંદર કે ધક્કાની પણ જરૂર રહેતી નથી.
રેડિયો ફ્રી એશિયા વધુમાં જણાવે છે કે, તે બાર્જીસ, ૧૨૦ મીટરથી પણ વધુ લાંબા (૩૯૩ ફીટ)ના બ્રીજીસ સાથે હોય છે. જે સમુદ્ર સ્થિત ખંડીય છાજલી ઉપર ઝપાટાભેર પાથરી દઈ શકાય તેમ છે. તે બ્રીજ એટલા મજબૂત છે કે તે ભારે ટ્રક તથા ટેન્કો પણ લઈ જઈ શકે તેમ છે. તે હલે નહીં તે માટે તેની સાથે જેક-ટીપ-પીલર્સ પણ રાખવામાં આવ્યા હોય છે. જે તોફાની સમુદ્રમાં પણ તે બ્રીજને સ્થિર રાખે છે અને ખરાબ ઋતુમાં પણ ટેન્કો, ભારે વાહનો તથા સૈનિકોને તટ ઉપર સરળતાથી ઉતારવા માટે ઘણા ઉપયોગી છે. રેડિયો ફ્રી એશિયા વધુમાં જણાવે છે કે, જ્યોર્જ મેસન યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિકયુરિટી પેવીસી સ્ટડીઝના એસોસિએટ ડાયરેકટર માઇકેલ હુ-ઝેકાર કહે છે કે બૈજિંગની આ બધી તૈયારીઓ તાઇવાન અંગેની ચીનની ગંભીર વિચારધારા દર્શાવે છે. કેટલાક વિશ્લેષકો તો તેવી ભીતિ સેવી રહ્યા છે કે, અમેરિકા જ્યારે પ્રમુખ પદના શપથવિધિમાં પૂરેપુરું વ્યસ્ત હોય ત્યારે જ, ચીન અણ ચિંતવ્યો તાઇવાન ઉપર હુમલો કરે તેવી ભીતિ છે. તાઈવાને પણ તે ગણતરી બાંધી લીધી છે તેથી તેણે પણ તેની તમામ શક્તિ પોતાનાં સંરક્ષણ માટે વાપરી રાષ્ટ્રનું સાર્વભૌમત્વ જાળવવા મરણીયું બન્યું છે.
Recent Comments