fbpx
બોલિવૂડ

અનુષ્કા અને વિરાટ ના અલીબાગમાં નવા બંગલાનું ટૂંક સમયમાં વાસ્તુ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અલીબાગમાં નવા બંગલમાં ટૂંક સમયમાં જ ગૃહ પ્રવેશની વિધિ યોજે તેવી સંભાવનાં છે. એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અનુષ્કા અને વિરાટનો અલીબાગવાળો નવો બંગલો જાેવા મળી રહ્યો છે. જેને ગૃહપ્રવેશ કરતા પહેલા ફૂલોથી સજાવવામાં આવ્યો છે. જે જાેઇને લોકો સમજી રહ્યા છે કે, અનુષ્કા અને વિરાટ કોહલીગૃહપ્રવેશની તૈયારી કરી રહ્યા છે. આ પહેલા ગેટ વે ઓફ ઇન્ડિયાના ફેરી ટર્મિનલનો એક વીડિયો જાેવા મળ્યો હતો જેમાં એકપૂજારી સાથે પૂજા સામગ્રીને સ્પીડ બોટ પર લઈ જતા જણાતા હતા. આ જાેઇને લોકો અટકળ કરી રહ્યા છે કે, કપલ અલી બાગના પોતાના નવા ઘરની ગૃહપ્રવેશની તૈયારી કરી રહ્યું છે. વિરાટ કોહલીએ સાલ ૨૦૨૩માં અલીબાગમાં એક આલિશાન વિલા ખરીદ્યું હતું. જે ૨૦૦૦ ફૂટમાં ફેલાયેલું છે અને જેની કિંમત લગભગ છ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.આ વિલામાં ૪૦૦ ફૂટનો સ્વિમિંગ પૂલ છે. આ ઉપરાંત કપલે અલીબાગમાં ૧૯.૨૪ કરોડ રૂપિયામાં એક ફાર્મહાઉસ ખરીદ્યું છે.

Follow Me:

Related Posts