આરોપી સમીર ક્લાઉડ કીંગ કેફે નામના પાર્લરમાં નોકરી કરતો હતો સુરતમાં અશ્લિલ ફોટા દ્વારા કિશોરીને બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો છે. જેમાં ગોપીપુરા વિસ્તારમાં રહેતી કિશોરીનું ચાર વર્ષથી શોષણ કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ યુવકે કિશોરીને નાનીના ઘરે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તપાસમાં આરોપીનું નામ સમીર નૂર અહેમદ હોવાનું તથા તે દુબઈમાં હુક્કા પાર્લરમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી સમીર ક્લાઉડ કીંગ કેફે નામના પાર્લરમાં નોકરી કરતો હતો. બાદમાં આરોપીએ કિશોરીને વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપીને ફસાવી હોવાનું તપાસમાં જણાયું હતું. પોલીસે બાદમાં આરોપી મોહમ્મદ સમીર નૂર અહેમદની ભરૂચથી ધરપકડ કરી હતી. આરોપી સમીર બડેખા ચકલા વિસ્તારના ઢીંગલી ફળિયામાં રહેતો હોવાનું પોલીસે જણાવ્યું હતું, અઠવાલાઈન્સ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં કિશોરીને અશ્લિલ ફોટા દ્વારા બ્લેકમેલ કરનારો શખ્સ ઝડપાયો

Recent Comments