સુરતમાં હિન્દૂ બનીને ગેરકાયદે રહેતો બાંગ્લાદેશી પકડાયો
સુરત શહેર ર્જીંય્ની ટીમે બાંગ્લાદેશીને પકડી પાડ્યો સુરતમાં હિન્દુ બનીને ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીની પોલીસે ધરપકડ કરી છે. સુરત શહેર ર્જીંય્ની ટીમે આ બાંગ્લાદેશીને ઝડપી લીધો હતો. તપાસમાં આ શખ્સે બનાવટી ડોક્યુમેન્ટ આધારે હિન્દુ નામ ધારણ કર્યું હોવાની માહિતી બહાર આવી છે.તપાસમાં આરોપીનું નામ મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદિપ મકબુલ શેખ હોવાનું બહાર આવ્યું છે. વધુ તપાસ કરતા આરોપી પાસેથી બે અલગ-અલગ નામવાળા ભારતીય આધારકાર્ડ મળ્યા હતા. તે સિવાય પોલીસે તેની પાસેથી આર.સી.બુક પણ પોલીસે કબ્જે કરી હતી.પોલીસે ઝીણવટભરી તપાસ કરતા આરોપી સુરત ખાતે છેલ્લા ૧૪ વર્ષથી રહેતો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આરોપીએ મોબાઈલમાં એપ્લીકેશનની મદદથી ખોટા નામનું આધારકાર્ડ બનાવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ બાંગ્લાદેશી હિંદુ વિસ્તારમાં છેલ્લા પાંચેક મહિનાથી રહેતો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ર્જીંય્ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments