fbpx
અમરેલી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું  અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત

 શ્રી સ્વામિનારાયણ સંસ્થાન (ગુરુકુળ રાજકોટ સંસ્થાન) દ્વારા અમરેલી ખાતે નિર્મિત ધર્મજીવન હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પધારેલા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખ ભાઈ માંડવીયા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ ભાઈ પાનશેરીયાનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના સાંસદશ્રી પરષોત્તમ ભાઈ રુપાલા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી- વડીયા- કુંકાવાવના ધારાસભ્ય શ્રી  કૌશિકભાઈ વેકરિયા, લાઠી – બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, અમરેલી પ્રાંત અધિકારીશ્રી  મહેશ નકિયા, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રીઓ, અગ્રણીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts