જાેકે, રકમની રકઝકના અંતે રૂપિયા ૧૨૦૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યા ખંભાતમાં રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ગ ૩ના કોન્સ્ટેબલે રૂપિયા ૨ લાખની માંગણી કરતા છઝ્રમ્એ છટકું ગોઠવી આરોપી રોશનકુમાર વણકર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખંભાતમાં ફરિયાદીના મિત્ર સામે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો હતો, જે ગુનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ના રાઇટર તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવી ફરિયાદીના મિત્રને હાજર કરાવવા તથા ફરિયાદીનું નામ પ્રોહિબિશનના ગુનામાં નહીં ખોલવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે પ્રથમ રૂપિયા ૨૦૦૦૦૦ની લાંચની માંગણી કરી હતી.
જાેકે, રકમની રકઝકના અંતે રૂપિયા ૧૨૦૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીએ ફરીથી ફરિયાદીને બીજા રૂપિયા ૩૦૦૦૦ રૂપિયા ઉમેરીને કુલ રૂપિયા ૧૫૦૦૦૦૦ની લાંચની માગણી કરી હતી. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેને એ.સી.બી. ના ટોલ ફ્રી નં. ૧૦૬૪ ઉપર સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીએ બાદમાં આણંદ એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરિયાદ આપી હતી. જેથી એ.સી.બી.એ ફરિયાદીની ફરિયાદ આધારે ૧૬ જાન્યુઆરીએ લાંચના છટકાનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. જેમાં આરોપીએ મોજે કલોદરા ગામ ત્રણ રસ્તાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માગણી કરી હતી. એ.સી.બી.એ તુરંત આરોપીને પકડી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો હતો. જેમાં લાંચીયા અનાર્મ પોલીસ કોન્સટેબલ રોશનકુમાર જગદીશભાઇ વણકર જે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, તેની ધરપકડ કરાઈ છે.
Recent Comments