ખ્યાતિકાંડ : વોન્ટેડ કાર્તિક પટેલની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી, અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
વોન્ટેડ કાર્તિક પટેલને ધરપકડ વોરંટ અને રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરવા માટે સીઆઈડી ક્રાઈમને લેખિતમાં જાણ કરી હતી. અમદાવાદમાં શહેરનાં પોશ વિસ્તારમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલ માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ખોટી રીતે એન્જીયોપ્લાસ્ટી અને એન્જીયોગ્રાફી કરવા ખ્યાતિ હોસ્પિટલના તબીબો દ્વારા કડીના બોરીસણા ગામના બે દર્દીઓના બિનજરૂરી એન્જીયોપ્લાસ્ટીના કારણે મોત થયા હતા. ચેરમેન કાર્તિક પટેલ, સીઈઓ ચિરાગ રાજપૂત, ડો.પ્રશાંત વજીરાની, ડો. સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારી વિરુદ્ધ હત્યા, છેતરપિંડી અને અન્ય ગુના હેઠળ કુલ ૩ હ્લૈંઇ નોંધવામાં આવી હતી. જેમાં નાસતોફરતો ખ્યાતિ હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. આ પહેલાં ખ્યાતિકાંડમાં સંડોવાયેલા રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલના ડિરેકટરની ધરપકડ કરી હતી. ખ્યાતિકાંડમાં તાજેતરમાં ધરપકડ કરાયેલ રાજશ્રી કોઠારી ઉપરાંત ડો. પ્રશાંત વઝીરાણી, ચિરાગ પટેલ, રાહુલ જૈન, પ્રતીક યોગેશભાઇ હીરાલાલ ભટ્ટ, પંકિલ પટેલ, અને ડો. સંજય પટોળિયાની અટકાયત કરવામાં આવી હતી.
Recent Comments