fbpx
બોલિવૂડ

સૈફ અલી ખાન પર હુમલો કરનારો આરોપીનું નામ મુંબઈ પોલીસે જાહેર કર્યું

મુંબઈ પોલીસને શંકા છે કે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશી છે. આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ છે, જે ઘરમાં ચોરી કરવા આવ્યો હતો. ડીસીપી દીક્ષિત ગેડામે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.ડીસીપી ઝોન ૯ દીક્ષિત ગેડામે રવિવારે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે સૈફ અલી ખાન પર ૧૬ જાન્યુઆરીના રોજ સવારે ૨ વાગ્યે તેમના નિવાસસ્થાને હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે તેનું નામ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ છે, તે ૩૦ વર્ષનો છે. ડીસીપી દીક્ષિત ગેડમના જણાવ્યા અનુસાર આરોપીઓ સૈફ અલી ખાનના ઘરમાં ચોરીના ઇરાદાથી ઘુસ્યા હતા. આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેની કસ્ટડી માંગવામાં આવશે. પોલીસને શંકા છે કે તે બાંગ્લાદેશી મૂળનો છે, પરંતુ અમે હાલમાં તપાસ કરી રહ્યા છીએ. તે બાંગ્લાદેશી હોવાના પ્રાથમિક પુરાવા છે, તેની પાસે ભારતીય ડોક્યુમેન્ટ્‌સ નથી. અમને શંકા છે કે આરોપી બાંગ્લાદેશી મૂળનો છે અને તેથી કેસમાં પાસપોર્ટ એક્ટ સાથે સંબંધિત કલમો ઉમેરવામાં આવી છે. તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ કસ્ટડીની માંગણી કરવામાં આવશે.

Follow Me:

Related Posts