fbpx
ભાવનગર

ભાવનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ ૩.૦ સ્પર્ધાનું આયોજન

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ‌ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,ભાવનગર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ ૩.૦ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ડેફ દિવ્યાંગ ખેલાડીઓની એથ્લેટીક્સ સ્પર્ધા તા.૨૮મી જાન્યુઆરી,૨૦૨૫ને મંગળવારનાર રોજ સવારે ૮:૦૦ કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સીદસર રોડ, ભાવનગર ખાતે યોજાશે.શારીરિક ક્ષતિગ્રસ્ત(OH)ખેલાડીઓની ક્રિકેટ સ્પર્ધા તા.૩૦/૦૧/૨૦૨૫ના રોજ એ.વી.સ્કુલ ગ્રાઉન્ડ, ક્રેસન્ટ પાસે, M.R દિવ્યાંગ ખેલાડીઓની એથ્લેટીક્સ, સાયકલીંગ, બોચી, વોલીબોલ,બાસ્કેટબોલ અને બેડમિન્ટન તા.૦૬ અને ૦૭ મી ફેબ્રુઆરી,૨૦૨૫ના રોજ સ્પોર્ટ્સ
કોમ્પ્લેક્ષ ખાતે તેમજ બ્લાઈન્ડ ખેલાડીઓ માટેની એથ્લેટીક્સ સ્પર્ધા ૧૦/૦૨/૨૦૨૫ સવારે ૮:૦૦ કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સીદસર રોડ, બ્લાઈન્ડ ક્રિકેટ ૧૧/૦૨/૨૦૨૫ના રોજ KPES કોલેજ કાળીયાબીડ ખાતે તેમજ બ્લાઈન્ડ ખેલાડીઓની ચેસ સ્પર્ધા તા.૧૨/૦૨/૨૦૨૫ના રોજ અંધ સ્કુલમાં સ્પર્ધા યોજાશે.
આ તમામ સ્પર્ધાનો સમય સવારે ૮:૦૦ કલાકનો રહેશે. જેની દરેક ખેલાડી ભાઈઓ-બહેનોએ નોંધ લેવી. તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રી, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts