લીલીયા તાલુકાઓમાં દીપડા માનવ ભક્ષી ના બને તે પહેલા પકડી પાડવા અને મારણ કરેલ માલઢોર નું યોગ્ય વળતર ચુકવવા વન મંત્રી પત્રને પાઠવતા પ્રતાપ દુધાત
અમરેલી જિલ્લા ના લીલીયા તાલુકા તેમજ આજુબાજુના તાલુકાઓ માં સૂચિત જંગલ વિસ્તાર માંથી બહાર આવેલા વન્ય પ્રાણી દીપડા નો ત્રાસ વધી રહ્યો છે અને આ ખૂંખાર દીપડો ખેતી વિસ્તાર માં આવી ચડતા લોકોમાં ભય નું મોજું ફરી વળેલ છે તેમજ આજુબાજુના ગામના લોકો દ્વારા મૌખિક જાણકારી આપતા તે મુજબ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ ને રેવન્યુ વિસ્તારો માં છુટા મુકવામાં આવી રહ્યા છે.
ત્યારે લીલીયા તાલુકો એ ખેતીપ્રધાન તાલુકો છે, જેમાં ખેતમજૂર અને ખેડૂતો ખેતીપર આધારિત છે અને આજુબાજુ નાં તાલુકા નાં ગામો આ તાલુકા સાથે જોડાયેલ છે જેમાં વન્યપ્રાણી દીપડાઓ રેવન્યુ અને ખેતી વિસ્તાર માં આવી ચડતા લોકોના તેમજ નાના ભુલકાઓ, બાળકો ના જીવનું જોખમ ઉભું થવા પામેલ છે . વન્યપ્રાણી દીપડા બૃહદ વિસ્તાર એટેલે કે તેમના કોરીડોર વિસ્તાર માંથી માંથી બહાર આવીને રેવન્યુ તેમજ ખેતી વિસ્તાર માં ખુબજ અવર જવર વધી રહી છે આ .દીપડા દ્વારા તા. ૨૨/૦૧/૨૦૨૫ ના રોજ લીલીયા તાલુકા નાં મોટા કણકોટ ગામના ભીમાભાઇ માંગુડા ના માલઢોર ઘેટા-બકરા ૬ નું મારણ કરેલ છે તેમજ તા. ૨૩/૦૧/૨૦૨૫ ના રોજ લીલીયા તાલુકાના પુંજાપાદર ગામના ગોવિંદભાઈ રામાભાઈ રાતડીયા ના માલઢોર ઘેટા બકરા ૧૫ નું મારણ કરવામાં આવેલ છે. અને ૧૦ જેટલા ઘેટા બકરા ને ઘાયલ કરેલ છે
જેની જાણ થતા આ દીપડાઓ જયારે માનવ વસવાટ વિસ્તારમાં આવીને માનવભક્ષી બને તે પહેલા તાત્કાલિક ધોરણે પાંજરા માં પકડી પાડવા આવે અને માલઢોર માલિકોને તેમના મારેલ માલઢોર ઘેટા-બકરા નું સરકારશ્રી ની નીતિ નિયમોનુસાર વળતર મળે તે માટે શ્રી મુળુભાઈ બેરા વન અને પર્યાવરણ મંત્રી તેમજ મુકેશભાઈ પટેલ વન અને પર્યાવરણ રાજયકક્ષાના મંત્રી તથા સબંધિત વિભાગ નાં વડા ને પત્ર પાઠવતા પ્રતાપ દુધાત. પ્રમુખશ્રી અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ અને પૂર્વ ધારાસભ્ય શ્રી સાવરકુંડલા-લીલીયા
Recent Comments