ગુજરાત સરકાર સમક્ષ. દામનગર ને તાલુકા મથક આપો ની યુવા આર્મી ની માંગ ને SC.ST.OBC માઈનોરિટી મહાસંધ નું સમર્થન
દામનગર શહેર ને તાલુકા મથક આપો ની સમસ્ત પટેલ યુવા આર્મી ની માંગ ને ઓલ ઇન્ડિયા SC.ST.OBC માઈનોરિટી મહાસંધ દ્વારા સમર્થન જાહેર કરતા ગુજરાત પ્રદેશ સહ મંત્રી જેરામભાઈ પરમારે સમસ્ત પટેલ યુવા આર્મી ની માંગ ને વ્યાજબી ગણાવી અને સમગ્ર પંથક માટે અતિ મહત્વ ની દર્શાવી હતી દામનગર પંથક ના ૩૭ જેટલા ગ્રામ્ય અને આસપાસ ના લીલીયા ગારીયાધાર ઉમરાળા ગઢડા સ્વામી ના તાલુકા ઓના ૧૦ થી વધુ ગ્રામ્ય વિસ્તાર ને વહીવટી દ્રષ્ટી એ નજીક પડતા હોવા થી સરકારી વહીવટી કામો માં સરળીકરણ સમય અને શક્તિ બચાવનારો ગણાવ્યો હતો સમસ્ત પટેલ યુવા આર્મી ની દામનગર ને તાલુકો બનાવવાની માંગ ને સમર્થક કરતા પત્ર રાજ્ય સરકાર ના મુખ્યમંત્રી સામાન્ય વહીવટ વિભાગ અને જિલ્લા કલેકટર શ્રી અમરેલી ને પત્ર પાઠવી દામનગર તાલુકા મથક ની માંગ ને સમર્થન જાહેર કર્યું હતું દામનગર ને તાલુકા મથક બનાવો ની બુલંદ માંગ ને શાખપુર પાંચતલાવડા નાના રાજકોટ કણકોટ રાભડા સહિત ના ગ્રામ્ય વિસ્તારો એ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે તેમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ એ પણ દામનગર ને તાલુકા મથક ની માંગ ને સમર્થન જાહેર કરાય રહ્યું છે
Recent Comments