રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ‘પ્લેનેટરી પરેડ’ જેવી અદભૂત અવકાશી ઘટના નીહાળવા માટે તારીખ 24અને 25 જાન્યુઆરી, 2025 દરમિયાન વિશેષ કાર્યક્રમનું આયોજન.
પ્લેનેટરી પરેડનું વૈજ્ઞાનિક મહત્વ, સ્કાય ગેઝિંગ, અવલોકન કરવા માટેની ટિપ્સ, સાયન્ટિફિક મૂવી સ્ક્રિનિંગ જેવી પ્રવૃતિઓ નું આયોજન
નવા વર્ષ ની શરૂઆત માં જ જાન્યુઆરી મહિનો એ ખગોળશાસ્ત્રના ઉત્સાહીઓ માટે એક આકર્ષક મહિનો છે, જેમાં અદભૂત અવકાશી ઘટનાઓ જોવા મળવાની છે. આગામી 24મી અને 25મી જાન્યુઆરી 2025 ની રાત્રે આપણા આકાશમાં પ્લનેટરી પરેડ જોવાની તક મળી શકે છે! આ તક નો વિદ્યાર્થીઓ અને સામાન્ય જન લાભ લઈ શકે તે માટે રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવા જઈ રહ્યું છે. ગ્રહોની પરેડ ત્યારે થાય છે જ્યારે બહુવિધ ગ્રહો આકાશના એક જ ક્ષેત્ર સાથે સંરેખિત થાય છે, જે પૃથ્વી પરથી દેખાય છે. આ પ્રસંગે, બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ આકર્ષક આકાશી ચાપમાં સંરેખિત થશે, એક આકર્ષક દૃશ્ય પ્રદાન કરશે. પૃથ્વી પરથી,તેઓ એક સીધી રેખા અથવા સહેજ ચાપમાં દેખાશે, અને તમે તેમને ટેલિસ્કોપ વિના પણ જોઈ શકશો. પરેડ ચોક્કસ સમયે થશે
જ્યારે ગ્રહો સૂર્યની એક જ બાજુએ ગોઠવાયેલ હશે. આ એક વિરલ ઘટના હોઈ, આ ગ્રહોને આકાશમાં એકસાથે જોવાની આ એક ખાસ તક છે! આ ઘટના ખગોળશાસ્ત્રમાં લોકોની રુચિને પ્રોત્સાહન આપે છે અને વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરે છે. પ્લેનેટરી પરેડ એ આપણા બ્રહ્માંડના અજાયબીઓનું પ્રતિબિંબ છે. ભલે એવું લાગે કે ગ્રહો એકબીજાની બરાબર બાજુમાં છે, તેઓ હજુ પણ અવકાશમાં ઘણા દૂર છે, પરંતુ સંરેખણ તેમને પૃથ્વી પરના આપણા દૃષ્ટિકોણથી એકબીજાની નજીક દેખાય છે. આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 24 અને 25 જાન્યુઆરી, 2025 દરમિયાન ખાસ ખગોળીય ઘટનાઓ ને નિહાળવા ખગોળશાસ્ત્રપ્રેમીઓ માંટે આરએસસી ભાવનગર વિવિધ પ્રવૃતિઓ નું આયોજન કરવા જઈ રહ્યું છે. જેમાં આકાશ દર્શન, પ્લેનેટરી
પરેડનું વૈજ્ઞાનિક મહત્વ, સાયન્ટિફિક મૂવી સ્ક્રિનિંગ તથા બાળકો માટે સ્પેસ ઓરિગામી નો લાભ તો ખરો જ! આ કાર્યક્રમ માં ભાગ લેવા ઇચ્છુક તથા આરએસસી ભાવનગર ની મુલાકાત ની માહિતી માટે આપેલ નંબર નો સંપર્ક કરી શકાશે 9586100600- રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર, વિજ્ઞાન ને લગતી જુદી જુદી ૫ થીમ બેઈઝ ગેલેરીઓ ધરાવે છે. તદુપરાંત લોકો માં વૈજ્ઞાનિક શિક્ષણ અને વિજ્ઞાન પ્રત્યે જાગરૂકતા વધારવામાં મહત્વ ની ભૂમિકા ભજવી રહ્યું છે. શાળા ના વિદ્યાર્થીઓ માં સાયન્ટીફીક એપ્રોચ કેળવાય તે હેતુ થી વિવિધ પ્રવૃતિઓ, લાઇવ ડેમોન્સ્ટ્રેશન, સાયન્ટીફીક એક્સપેરીમેન્ટ, વર્કીંગ મોડેલ્સ તથા ઘણા બધા રાજ્ય સ્રીય કાર્યક્રમો યોજવામાં આવે છે.
Recent Comments