મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા ૧૧ના મોત

મહારાષ્ટ્રના જલગાંવમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. કર્ણાટક એક્સપ્રેસની અડફેટે કેટલાક મુસાફરો આવ્યા હતા. જેમાં ૧૧ લોકોના મોત થયા છે અને અનેક મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત ભુસાવલ ડિવિઝનના રેલવે વિભાગમાં થયો હતો. મળતી માહિતી અનુસાર પુષ્પક એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની અફવા બાદ ઘણા મુસાફરો કૂદી પડ્યા અને બીજી બાજુથી આવતી કર્ણાટક એક્સપ્રેસની ટક્કરથી ૧૧ મુસાફરોના મોત થયા છે. આ અકસ્માત લગભગ ૫ વાગ્યાની આસપાસ થયો છે.
એક અધિકારીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવાને પગલે ચેન પુલિંગ થયું હતું, જેના પગલે ઘણા મુસાફરો કૂદી પડ્યા હતા અને અન્ય ટ્રેન દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. બચાવ દળની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરવા અને તેમાં સામેલ લોકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. સાથે જ અફવાહ ફાયર એલાર્મના સ્ત્રોતની પણ તપાસ કરી રહ્યા છે. આ અકસ્માત પચોરા સ્ટેશન પાસે થયો છે. મધ્ય રેલવેના મુખ્ય પ્રવક્તા સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, પુષ્પક એક્સપ્રેસના કેટલાક મુસાફરો નીચે ઉતર્યા હતા અને સામેથી આવતી કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાયા હતા. જલગાંવ એસપીએ જણાવ્યું કે, ટ્રેનમાંથી મુસાફરો કૂદ્યા બાદ સામેથી આવતી કર્ણાટક એક્સપ્રેસે કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ૧૧ લોકોના મોત થયા છે અને ૩૦ થી ૪૦ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ દત્તાત્રેય મહાજને ઢીી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આ ઘટના ખૂબ જ દુઃખદ છે. તેમણે કહ્યું કે, તેઓ થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પુષ્પક ટ્રેન અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોને પર્યાપ્ત તબીબી સારવારનો આદેશ આપ્યો છે અને યાત્રીઓના મૃત્યુ પર શોક પણ વ્યક્ત કર્યો છે.
Recent Comments