છોકરીઓ-મહિલાઓને આર્ત્મનિભર કરવા અને તેમને આર્થિક રીતે મજબૂત કરવા ઉત્તર પ્રદેશ સરકારે યોજના બનાવી

છોકરીઓને ફાઈનાન્શિયલી મજબૂત કરવા માટે સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે. આવી જ એક યોજના છોકરીઓ માટે છે જે હેઠળ સરકાર છોકરીઓને ૭૫૦૦૦ રૂપિયા આપે છે. આ સરકારી યોજનાઓમાં કન્યા સુમંગલા યોજના અને ભાગ્ય લક્ષ્મી યોજના ઉત્તર પ્રદેશ સરકાર ચલાવે છે. આ યોજના દીકરીઓને શિક્ષણ, સ્વાસ્થ્ય, અને વિવાહ માટે નાણાકીય મદદ આપે છે. રામપુર જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી મોહમ્મદ જીશાન મલિકના જણાવ્યાં મુજબ આ યોજનાનો હેતુ દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો અને તેમને આર્ત્મનિભર કરવાનો છે. હાલ આ યોજના રામપુર સહિત સમગ્ર જિલ્લામાં ચાલે છે. આ યોજનાનો લાભ દીકરીઓને છ પ્રમુખ કેટેગરી હેઠળ મળે છે.
જાે કન્યાનો જનમ ૧ એપ્રિલ ૨૦૧૯ કે ત્યારબાદ થયો હોય તો તેને ૫૦૦૦ રૂપિયાની મદદ મળે છે. આ રકમ માતા પિતાને દીકરીની દેખભાળ અને શરૂઆતની જરૂરિયાતો પૂરી કરવા માટે અપાય છે. આ ઉપરાંત જાે બાળકીનું એક વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં રસીકરણ થાય તો ૨૦૦૦ રૂપિયાની વધારાની મદદ અપાય છે. જે એ સુનિશ્ચિત કરે છે કે બાળકીનું શરૂઆતનું જીવન સ્વસ્થ અને સુરક્ષિત હોય. શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કન્યા સુમંગલા યોજનામાં દીકરીઓને અલગ અલગ ધોરણોમાં એડમિશન વખતે આર્થિક મદદ અપાય છે. પહેલા ધોરણમાં પ્રવેશે ત્યારે ૩૦૦૦ રૂપિયા અપાય છે. જે તેમની શૈક્ષણિક સફરનું પહેલું ડગલું છે. એ જ રીતે છઠ્ઠી અને નવમી કક્ષામાં પ્રવેશ કરે ત્યારે પણ તેમને ૩૦૦૦ રૂપિયા અપાય છે. આ યોજના વિદ્યાર્થીનીઓને નિયમિત રીતે ભણવા અને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. હાઈ સ્કૂલ અને ઈન્ટરમીડિએટનો અભ્યાસ પૂરો કર્યા બાદ જ્યારે પુત્રીઓ ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ લે તો તેમને સરકારી મદદ અપાય છે. આ માટે અરજી વખતે બાળકીનો ફોટો, કક્ષાના પ્રવેશનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, અને અન્ય જરૂરી દસ્તાવેજ રજૂ કરવાના હોય છે. એડમિશન ચાર્જ, અંકપત્ર, અને સંસ્થા દ્વારા ઈશ્યુ કરાયેલું પ્રમાણપત્ર પણ જમા કરાવવું જરૂરી છે. કન્યા સુમંગલા યોજનાનો હેતુ દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા ઉપરાંત આર્ત્મનિભર અને સુરક્ષિત ભવિષ્ય આપવાનો પણ છે.
Recent Comments