રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારે આઠમાં પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી.. સૌથી પહેલાં લાગૂ થશે

કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચની રચના બાદ સરકારી કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ છે. આ પંચની ભલામણો ૨૦૨૬માં લાગૂ થાય તેવી શક્યતા છે. પરંતુ સવાલ એ છે કે સૌથી પહેલા કયા રાજ્યમાં લાગૂ કરવામાં આવશે અને કયા રાજ્યના કર્મચારીઓનો પગાર સૌથી વધુ વધશે. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ આઠમાં પગાર પંચને મંજૂરી આપી દીધી છે. જે સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થાને રિવાઈઝ કરશે. તેનાથી લગભગ ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનર્સને લાભ મળશે. ગત પગાર પંચની જેમ આ વખતે પણ કર્મચારીઓના પગારમાં ૨૫ ટકાથી ૩૦ ટકાનો વધારો થાય તેવી શક્યતા છે. જ્યારે કેન્દ્ર સરકાર નવું પગાર પંચની ભલામણો લાગૂ કરે છે તો રાજ્યોને પણ તેને અપનાવવા માટે દિશા નિર્દેશ આપવામાં આવે છે.

જાે કે દરેક રાજ્ય પોતાની નાણાકીય સ્થિતિ અને બજેટ મુજબ તેને લાગૂ કરે છે. ગત અનુભવો જાેતા મોટા અને આર્થિક રીતે મજબૂત રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતે પગાર પંચની ભલામણોને ફટાફટ લાગૂ કરી હતી. જાે કે મધ્ય પ્રદેશ અને બિહારે સાતમું પગાર પંચ લાગૂ તો કર્યું હતું પરંતુ તેમને સમય લાગ્યો હતો. જ્યારે કેન્દ્ર સરકાર ૨૦૧૬માં સાતમું પગાર પંચ લઈને આવી તો યુપી, એમપી અને બિહારમાંથી સૌથી પહેલા ઉત્તર પ્રદેશે લાગૂ કર્યું હતું. યુપી સરકારે તેને ૧ જાન્યુઆરી ૨૦૧૬થી લાગૂ કર્યું. જેના કારણે લગભગ ૧૬ લાખ સરકારી કર્મચારીઓને તેનો લાભ મળ્યો હતો. જ્યારે મધ્ય પ્રદેશ સરકારે તેને લાગૂ કરવાની જાહેરાત ભલે જૂન ૨૦૧૭માં કરી પરંતુ તેને ઈફેક્ટિવ ૧ જાન્યુઆરી ૨૦૧૬થી ગણવામાં આવ્યું હતું.

બિહારની વાત કરીએ તો અહીંની સરકારે સાતમાં પગાર પંચની ભલામણો લાગૂ કરવામાં થોડી સુસ્તી દેખાડી હતી. આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ કયા રાજ્યના સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે તે સંપૂર્ણ રીતે ફિટમેન્ટ ફેક્ટર અને મોંઘવારી ભથ્થા પર ર્નિભર કરે છે. એક્સપર્ટ્‌સનું માનવું છે કે જાે ફિટમેન્ટ ફેક્ટરને ૨.૮૬ ટકા સુધી વધારવામાં આવે તો તેનાથી લઘુત્તમ વેતનમાં લગભગ ૧૮૬ ટકા સુધીનો વધારો થઈ શકે છે. જાે ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ પણ આ ફિટમેન્ટ ફેક્ટર લાગૂ કરે તો ત્યાંના દરેક સરકારી કર્મચારીઓના લઘુત્તમ પગારમાં લગભગ ૧૮૬ ટકાનો વધારો જાેવા મળી શકશે. તેને આ રીતે સમજાે કે જાે તમારો પણ લઘુત્તમ બેઝિક પગાર ૨૨૦૦૦ રૂપિયા હોય તો આઠમાં પગાર પંચ લાગૂ થયા બાદ આ લઘુત્તમ બેઝિક પગાર વધીને ૬૨,૯૨૦ રૂપિયા થઈ જાય. તેનો ફોર્મ્યૂલા સીધો છે. તમારે બસ વધેલા ફિટમેન્ટ ફેક્ટરને તમારી બેઝિક સેલરી સાથે ગુણી દેવાની છે. ગુણાકાર કર્યા બાદ જે નવો આંકડો સામે આવશે તે તમારો વધેલો લઘુત્તમ બેઝિક પગાર હશે. આ ઉપરાંત તેમાં મોંઘવારી ભથ્થાની પણ મહત્વની ભૂમિકા હશે.

Follow Me:

Related Posts