સુરક્ષિત મુસાફરી માટે ટ્રાફિક પોલીસના ઘણા નિયમ છે, જેનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. આ નિયમોને એટલા માટે પણ માનવા જરૂરી હોય છે જેથી કોઈ દુર્ઘટનાથી બચી શકાય. આ કડીમાં નોઈડામાં ટ્રાફિક પોલીસ ટૂંક સમયમાં ત્રણ મુખ્ય રસ્તઓ પર લેન ડ્રાઈવિંગ લાગૂ કરનાર છે. તેના હેઠળ કોઈ પણ પોતાની લેન તોડે છે તો તેના પર ૧૫૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવી શકે છે. જાણો કયા ત્રણ રસ્તાઓ પર આ નિયમ લાગૂ કરવામાં આવશે? ક્યાં લાગશે દંડ? નોઈડામાં ટ્રાફિક પોલીસ ટૂંક સમયમાં ત્રણ મુખ્ય રસ્તાઓ પર લેન ડ્રાઈવિંગ લાગૂ કરશે. આ નિયમ એમિટી યૂનિવર્સિટીની પાસે ચરથા ગોલ ચક્કર, ગાર્ડન ગેલેરિયા મોલથી ફિલ્મ સિટી અને દલિત પ્રેરણા સ્થળની પાસે પક્ષીઓને ખવડાવવાની જગ્યા પર લાગૂ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય અહીં થતો ટ્રાફિકજામથી છૂટકારો મેળવવાનો છે.
ટ્રાફિકના વ્યસ્ત કલાકો દરમિયાન અચાનક લેન બદલવાથી અહીં ટ્રાફિક થાય છથે. તેની શરૂઆત કોઈ એક ગાડી પણ બીજી લાઈનમાં આવે ત્યાંથી થાય છે. એક કાર થોડી બ્રેક લગાવે છે, અને તેની પાછળની કાર ટકરાવાથી બચવા માટે થોડી બ્રેક લગાવે છે. આ સિલસિલો ત્યાં સુધી ચાલું રહે છે, જ્યા ટ્રાફિક ધીમો થઈ જતો નથી કે પુરી રીતે રોકાઈ જતો નથી. ડીસીપી લખન સિંહ યાદવે કહ્યું કે ત્રણ રસ્તાઓ પર આખો દિવસ સિવાય ખાસ કરીને પીક ઓવર્સ દરમિયાન જામની સ્થિતિ બની રહે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના મતે, ડીસીપીએ કહ્યું કે નોઇડા ઓથોરિટી લગભગ ૫૦૦ મીટર આગળ લેન બદલવાની વ્યવસ્થા કરશે, જ્યાંથી મુસાફરોને લેન બદલવા માટે તેને તોડવાની જરૂર નહીં પડે. કોણ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે તે જાેવા માટે ખાસ કેમેરા લગાવવામાં આવશે. જાે કોઈ ઉલ્લંઘન કરશે તો તેને ૧૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. હાલમાં સેક્ટર ૧૨૫, ૧૨૬ અને ૧૨૮ થી નોઇડા એક્સપ્રેસવે પર ચરખા રાઉન્ડઅબાઉટ પર અને એમિટી યુનિવર્સિટીથી કાલિંદી કુંજ, સરિતા વિહાર અને જામિયા નગર તરફના રસ્તા પર ભારે ટ્રાફિક ભીડ છે. આ નિયમ લાગુ થયા બાદ લોકો તેને તોડવાનો વિચાર માંડી વાળશે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા હલ થશે.
Recent Comments