દીકરીઓને મફત સાઇકલ વિતરણ
બીરવડ રામકથામાં પ્રાથમિક શાળાની દીકરીઓને સાઇકલ ભેટ આપવામાં આવી વૈદેહી સાઇકલ શિક્ષા યાત્રા હેઠળ 1008 વિદ્યાર્થિનીઓને સાઇકલ ભેટ આપવા સંકલ્પપૂ. મોરારીબાપુના મુખે ભરૂચ નજીક કબીરવડ ખાતે રામકથા પ્રવાહિત થઈ રહી છે. રામકથામાં તેઓની પ્રેરણા અને કરુણાથી વૈદેહી સાઈકલ શિક્ષા યાત્રા ૧૦૦૮ અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગ રૂપે કથાના યજમાન દ્વારા બાપૂની પ્રેરણાથી શાળાએ દૂરથી શાળામાં અભ્યાસમાં કરવા આવતી, ધોરણ પાંચ થી આઠ ની જરૂરિયાતમંદ કન્યાઓને માનસ કબીરવડ, રામકથા માં મંગલેશ્વર અને શુકલતીર્થની પ્રાથમિક શાળાની દસ કન્યાઓને હીરો કંપનીની સાઈકલ વિતરણ કરેલ. બેટી બચાવો, બેટી ભણાવો સૂત્ર અંતર્ગત આરતી મહિલા વિકાસ સંઘના માઘ્યમથી, તલગાજરડાના નિવૃત્ત શિક્ષક જીતેન્દ્ર વાજા નિમિત્ત માત્ર બની સેવા કાર્ય કરી રહ્યાં છે.
Recent Comments