એપ્રિલ ૨૦૦૦થી અત્યાર સુધીમાં રાજ્યએ મેળવેલ કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રવાહના ૮૬% છેલ્લા એક દાયકામાં નોંધાયું

૯ અબજ ડોલરથી ૫૭ અબજ ડોલર સુધીઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના એક દાયકામાં ગુજરાતના હ્લડ્ઢૈં ઇક્વિટી ઇન્ફ્લોમાં ૫૦૦ ટકાથી વધુનો વધારોવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસના મોડેલ તરીકે ઊભર્યું છે. મજબૂત નીતિગત માળખું (પોલિસી ફ્રેમવર્ક), વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણોને આકર્ષવા માટેની વ્યૂહરચના સાથે ગુજરાતે વિદેશી પ્રત્યક્ષ રોકાણ (હ્લડ્ઢૈં) પ્રવાહમાં સતત નવા માપદંડો સ્થાપિત કર્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રોકાણને અનુકૂળ દૂરંદેશી નીતિઓના કારણે છેલ્લા દાયકામાં ગુજરાતના હ્લડ્ઢૈંમાં ૫૩૩ ટકાનો વધારો નોંધાયો છે.
તાજેતરમાં ડિસેમ્બર ૨૦૨૪માં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડ્ઢઁૈંૈં્) દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ ૨૦૦૦થી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી ગુજરાતે પ્રાપ્ત કરેલા કુલ હ્લડ્ઢૈં ઇક્વિટી ઇન્ફ્લોના ૮૬% છેલ્લા એક દાયકામાં એટલે કે એપ્રિલ ૨૦૧૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં નોંધાયા છે.
આ આંકડાને વિગતવાર સમજીએ તો, ગુજરાતે એપ્રિલ ૨૦૦૦થી માર્ચ ૨૦૧૪ સુધી માત્ર ૯.૫૧ અબજ ડોલર જેટલો હ્લડ્ઢૈં ઇક્વિટી ઇન્ફ્લો પ્રાપ્ત કર્યો હતો. તો એપ્રિલ ૨૦૧૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમ્યાન ગુજરાતે હરણફાળ ભરતાં ૫૭.૬૫ અબજ ડોલરનો હ્લડ્ઢૈં ઇક્વિટી ઇન્ફ્લો પ્રાપ્ત કર્યો હતો, જે પાછલા ૨૪ વર્ષોમાં ગુજરાતે મેળવેલા ૬૭.૧૬ અબજ ડોલર હ્લડ્ઢૈં ઇક્વિટી ઇન્ફ્લોના ૮૬% છે. ગુજરાતનું આ પ્રભાવશાળી પ્રદર્શન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્યના અસાધારણ પ્રદર્શન અને રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાત હ્લડ્ઢૈં બાબતે રાષ્ટ્રીય સરેરાશ કરતાં આગળ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગુજરાતમાં રોકાણને અનુકૂળ નીતિઓ લાગુ કરવામાં અને રોકાણકારોને આકર્ષે તેવું વાતાવરણ ઊભું કરવામાં સફળ રહ્યા છે. ડ્ઢઁૈંૈં્ ના રિપોર્ટ મુજબ, નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પહેલા છ માસમાં ગુજરાતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણના પ્રવાહમાં જબરદસ્ત ઉછાળો જાેવા મળ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં હ્લડ્ઢૈં ઇક્વિટી ઇન્ફ્લો ૨.૨૯ અબજ ડોલર હતો, જે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૨.૫% વધીને ૩.૯૫ અબજ ડોલર થયો હતો.
આ જ સમયગાળામાં રાષ્ટ્રીય સ્તરે પણ હ્લડ્ઢૈં ઇક્વિટી ઇન્ફ્લો ૨૦.૪૯ અબજ ડોલરથી વધીને ૨૯.૭૯ અબજ ડોલર થયો છે, જે ૪૫.૪%ની વૃદ્ધિ દર્શાવે છે. આ સૂચવે છે કે, ગુજરાતે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધારે ઇક્વિટી ઇન્ફ્લો પ્રાપ્ત કરીને રાજ્યને રોકાણ માટે મુખ્ય સ્થળ તરીકે સ્થાપિત કર્યું છે.
વર્ષ ૨૦૦૦થી ૨૦૨૪ સુધી ભારતના કુલ હ્લડ્ઢૈં ઇક્વિટી ઇન્ફ્લોમાં ગુજરાતનો ફાળો ૯.૫%
ડ્ઢઁૈંૈં્ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ ૨૦૦૦થી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ભારતમાં કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (હ્લડ્ઢૈં)નો પ્રવાહ ૧.૦૩ ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યો છે, જે દેશનો આર્થિક વિકાસ અને વૈશ્વિક રોકાણકારોનો ભારતમાં વધી રહેલો વિશ્વાસ સૂચવે છે. જાે આપણે આ આંકડામાં હ્લડ્ઢૈં ઇક્વિટી ઇન્ફ્લોને સમજીએ, તો છેલ્લા ૨૪ વર્ષમાં ભારતમાં ૭૦૮.૬૫ અબજ ડોલરનો હ્લડ્ઢૈં ઇક્વિટી ઇન્ફ્લો આવ્યો છે.
આ જંગી હ્લડ્ઢૈં ઇક્વિટી ઇન્ફ્લોમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. રાજ્યને કુલ ૬૭.૧૬ અબજ ડોલરનો હ્લડ્ઢૈં ઇક્વિટી ઇન્ફ્લો મળ્યો છે, જે આ સમયગાળા દરમ્યાન ભારતમાં આવેલા હ્લડ્ઢૈંના ૯.૫% છે. ખાસ તો, છેલ્લા દાયકા એટલે કે એપ્રિલ ૨૦૧૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમ્યાનના આંકડા પર નજર કરીએ તો, ગુજરાતને આ સમયગાળા દરમ્યાન ૫૭.૬૫ અબજ ડોલરનો વિક્રમી હ્લડ્ઢૈં ઇક્વિટી ઇન્ફ્લો મળ્યો છે, જે આ સમયગાળા દરમ્યાન દેશમાં આવેલા ૪૯૨.૨૭ અબજ ડોલર હ્લડ્ઢૈં ઇક્વિટી ઇન્ફ્લોના ૧૧.૭% છે.
હ્લડ્ઢૈંમાં ગુજરાતની સફળતાઃ નીતિઓ, માળખાગત સુવિધાઓ અને વૈશ્વિક જાેડાણનો પ્રભાવશાળી સમન્વય
હ્લડ્ઢૈંમાં ગુજરાતને મળેલી સફળતા એ નીતિગત સ્થિરતા, નવીનતા અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપવાના રાજ્યના અવિરત પ્રયાસોનું પરિણામ છે. રાજ્યએ માત્ર પરંપરાગત ઉદ્યોગોમાં જ નહીં, પરંતુ નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને ૈં્/ૈં્ીજી જેવા ઊભરતા ક્ષેત્રોમાં પણ રોકાણ આકર્ષ્યું છે, જેનાથી તે વૈશ્વિક રોકાણ મૅપ પર મજબૂત સ્થાન મેળવી શક્યું છે. આ ઉપરાંત, કુશળ કાર્યબળ અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા પ્લેટફોર્મના કારણે પણ ગુજરાત રોકાણ માટેનું સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે. આ તમામ પરિબળોએ ગુજરાતને વિદેશી રોકાણનું કેન્દ્ર બનાવ્યું છે.
Recent Comments