ભાવનગર

શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળાના આચાર્યનું શ્રેષ્ઠ સેક્ટર ઓફિસર તરીકે સન્માન કરવામાં આવ્યું 

 રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેકટરશ્રી આર. કે.મહેતા અને અન્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી હતી ,જેમાં પાલીતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળાના આચાર્યશ્રી બી.એ. વાળા નું સેક્ટર ઓફિસર તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.આચાર્ય શ્રી બી.એ.વાળા ને બુથ લેવલ ઓફિસર દ્વારા કરવામાં આવતી મતદાર યાદી ને લગતી કામગીરીના સુપરવિઝનની શ્રેષ્ઠ કામગીરી બદલ આ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts