FSSAIએ યોગગુરુ રામદેવની કંપની- પતંજલિ ફૂડ્સને લાલ મરચાંના પાવડરની આખી બેચ પરત બોલાવવાનો નિર્દેશ આપ્યો
યોગગુરુ રામદેવની તકલીફોમ ફરી એકવાર વધારો થયો છે, પતંજલિ ફૂડ્સ સામે મોટી કાર્યવાહી કરી છે. વાસ્તવમાં, હ્લજીજીછૈંએ કંપનીને લાલ મરચાંના પાવડરની આખી બેચ પરત બોલાવવાનો નિર્દેશ આપ્યો છે. હ્લજીજીછૈં અનુસાર, કંપનીએ સલામતી ધોરણોનું પાલન કર્યું નથી. પતંજલિએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી છે. કંપનીએ કહ્યું- હ્લજીજીછૈંએ પતંજલિ ફૂડ્સ લિમિટેડને ખાદ્ય સુરક્ષાનું પાલન ન કરવાને કારણે ખાદ્ય ચીજવસ્તુઓની સંપૂર્ણ બેચ એટલે કે બેચ નંબર – છત્નડ્ઢ૨૪૦૦૦૧૨ નું લાલ મરચું પાઉડર (પેક) પાછા બોલાવવા નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે બાબા રામદેવની આગેવાની હેઠળની પતંજલિ ગ્રુપની કંપની પતંજલિ ફૂડ્સ લિમિટેડ દેશની અગ્રણી ખાદ્ય તેલ કંપનીઓમાંની એક છે.
જાે કે આ ઘટના બાદ સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે, શેર ૦.૪૪% ઘટીને રૂ. ૧૮૫૫.૩૦ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન આ શેર રૂ. ૧૮૨૭.૮૦ના નીચા સ્તરે આવી ગયો હતો. સપ્ટેમ્બર ૨૦૨૪માં આ શેર ૨૦૩૦ રૂપિયાના સ્તરે હતો. આ સંદર્ભમાં શેર ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે.
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીએ પતંજલિ ફૂડ્સ લિમિટેડ પર કેટલાક નિયમોના ઉલ્લંઘન બદલ ૧ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી, નવી દિલ્હીએ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર રેગ્યુલેશન્સ હેઠળ અગાઉના એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) રિચાર્જના ધોરણોનું પાલન ન કરવાના કિસ્સામાં કાર્યવાહી કરી હતી.
જાે કે, છેલ્લા નાણાકીય વર્ષમાં પતંજલિ આયુર્વેદની કુલ આવક ૨૩.૧૫ ટકા વધીને રૂ. ૯,૩૩૫.૩૨ કરોડ થઈ છે. આમાં પતંજલિ ફૂડ્સ (અગાઉ રુચિ સોયા)ની ઓફર ફોર સેલ (ર્ંહ્લજી) અને જૂથના અન્ય એકમોની આવકનો સમાવેશ થાય છે, એમ તેણે રજિસ્ટ્રાર ઑફ કંપનીઝને ફાઇલિંગમાં જણાવ્યું હતું. પતંજલિ આયુર્વેદની અન્ય આવક નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૨,૮૭૫.૨૯ કરોડ હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. ૪૬.૧૮ કરોડ હતી. જણાવી દઈએ કે પતંજલિ આયુર્વેદ દ્વારા ૧ જુલાઈ, ૨૦૨૨ના રોજ પતંજલિ ફૂડ્સમાં તેના ફૂડ બિઝનેસને ટ્રાન્સફર કરવાને કારણે આવકને અસર થઈ હતી. પતંજલિના ફૂડ બિઝનેસમાં બિસ્કિટ, ઘી, અનાજ અને ન્યુટ્રાસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે.
Recent Comments