કેલિયા વાસણા ગામના મહિલા સરપંચ હિરલબેન પટેલના કામની નોંધ દિલ્હી સુધી લેવાઈ

૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ મહેમાન તરીકે આમંત્રણ મળ્યું ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દિલ્હી ખાતે યોજવાની છે. જેમાં દેશભરમાં લોકો આ ઉજવણીમાં સહભાગી થવાના છે. જેમાં દેશભરમાં વિશિષ્ટ કામગીરી કરતા લોકોને પણ દિલ્હી ખાતે આમંત્રણ મળતું હોય છે. આવું જ આમંત્રણ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામના મહિલા સરપંચ હિરલબેન પટેલને મળ્યું છે. હિરલબેન આજે ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે મળેલા વિશિષ્ટ ગેસ્ટ આમંત્રણ સ્વીકાર કરીને દિલ્હી જઈ રહ્યા છે.
કેલિયા વાસણા ગામના મહિલા સરપંચ હિરલબેન પટેલના કામની નોંધ દિલ્હી સુધી લેવાઈ છે જે માટે તેમને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું છે. કેલિયા વાસણા ગામના મહિલા સરપંચ હિરલબેન પટેલની નલ સે જલ યોજનામાં વિશિષ્ટ કામગીરીની નોંધ ભારત સરકાર દ્વારા લીધી છે. વર્ષ ૨૦૨૨માં સરપંચ તરીકે પદભાર સંભાળ્યો ત્યારે પાણી સહિતની કેટલીક જટિલ સમસ્યાઓ હતી. જેવો તેમણે ગામના સરપંચ તરીકે ચૂંટાયા અને કાર્યભાર લીધો ત્યારે ગામમાં પાણીની વિકટ સમસ્યા હતી. કેલિયા વાસણા ગામમાં નલ સે જલ યોજના હેઠળ ૪૦૦૦ જેટલી લાઈનો નાખી છેવાડાના ઘર સુધી પાણી વિતરણની વ્યવસ્થા વાસ્મો મદદથી પૂર્ણ કરી. તેમજ સાત હજારની વસ્તી ધરાવતા ગામમાં ૨ ઓવરહેડ પાણીની ટાંકીઓ પણ મંજૂર કરાવી અને પાણીની સમસ્યાને નિરાકરણ કર્યું.
પાણીની સમસ્યા છુટકારો ગ્રામજનો અપાવ્યો. આ પ્રકારની વિશિષ્ટ કામગીરી કારણે મહિલા સરપંચ ભારત સરકારે વિશિષ્ટ ગેસ્ટ આમંત્રણ આપ્યું છે. કેલિયા વાસણા ગામના મહિલા સરપંચ હિરલબેન પટેલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં આમંત્રણ બદલ સરકાર અને સાથ આપનાર અધિકારી અને લોકોનો આભાર પણ માન્યો. તેમજ નાનપણમાં દિલ્હીની પરેડ જાેતી ત્યારે એવું થતું કે હું દિલ્હીની પરેડ ક્યારે જાેઈશ? હવે એ સ્વપ્ન સાકાર થયું છે. સરપંચના જવાબદારી મળતા પહેલા પાણી અંગે કામગીરી જળ જીવન મિશન અંતર્ગતની કામગીરી કરી તેમાં સફળતા પ્રાપ્ત થઈ છે. જેની નોંધ પણ કેન્દ્ર સરકારે લીધી છે.
આ સમસ્યા એક વર્ષની અંદર પૂર્ણ કરીને આજે ગામના સાડા સાત હજારની લોકો પાણી સમસ્યાને ભૂતકાળ બનાવી દીધો છે. જેમાં ગામ લોકો તો એમાં બહુ જ ખુશ છે પરંતુ દેશને એવું જ કહેવાનું કે સરકારના જલશક્તિ મંત્રાલયનો સપોર્ટ એટલો જ પ્રાપ્ત થઈ રહ્યો છે.વધુમાં સરપંચ હિરલબેન પટેલે કહ્યું કે, મંત્રાલયનો સંપર્ક કરીને પોતાના ગામમાં આ સમસ્યા જે પાણીને લગતી હોય અને રજૂઆત કરી અને યોગ્ય નિકાલ લાવી શકાય છે. પાણી સમસ્યા બાદ હવે ગામમાં બીજું લક્ષ્?ય પર્યાવરણ જાળવણી માટેનું છે. જેમાં અમારો સંકલ્પ છે કે ગામના દીકરીના જન્મ થાય એટલે તેની યાદમાં પરિવાર અને ગ્રામ પંચાયત સાથે રાખીને ૧૧૧ વૃક્ષો જતન જાળવણી અને વાવેતર માટેનો છે. આ પ્રોજેક્ટ અમે હાથ ધરવાના છીએ અને જેને ગામની કાયાપલટ કરવી છે.
Recent Comments