હું ગામમાં લગ્ન દરમિયાન વરઘોડો કાઢનાર પ્રથમ વ્યક્તિ હોઈશ વકીલે પોતાનાં જ લગ્નમાં પોલીસ રક્ષણ આપવા કરી માંગ

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એક ગામના એક વકીલ જેમના આ વર્ષે ૬ ફેબ્રુઆરીએ લગ્ન થવાના છે, તેમણે તેમના લગ્નમાં ઘોડા પર બેસી વરઘોડો કાઢવા માટે પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે. મુકેશ પરેચાએ બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષકની કચેરીને પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે, જાે તેમના કેસમાં પોલીસ રક્ષણ આપવામાં નહીં આવે તો લગ્નમાં શોભાયાત્રા દરમિયાન કોઈ અપ્રિય ઘટના બનવાની સંભાવના છે. તેમણે તેમની અરજીમાં જણાવ્યું હતું કે, “અમારા ગામમાં, અનુસૂચિત જાતિના લોકોએ ક્યારેય વરઘોડો કાઢ્યો નથી . હું ગામમાં લગ્ન દરમિયાન વરઘોડો કાઢનાર પ્રથમ વ્યક્તિ હોઈશ .
અને આ દરમિયાન અપ્રિય ઘટનાની સંભાવના છે. અને તેથી અમને પોલીસ રક્ષણ આપવા વિનંતી છે”. અરજીમાં તેણે સારેપાડા અને મોટાના પડોશી ગામોમાં બે કથિત ઉદાહરણો ટાંક્યા હતા જ્યાં દલિત સમુદાયના લોકોના લગ્નના વરઘોડાના સંબંધમાં “હુમલા” થયા હતા. પાલનપુરની બનાસકાંઠા જિલ્લા અદાલતમાં કાયદાની પ્રેક્ટિસ કરતા પરેચાએ અધિકારીઓને આ બાબતને “ગંભીરતાથી” લેવા વિનંતી કરી હતી. “પરેચાએ કહ્યું કે, લગભગ ૩,૦૦૦ લોકોના તેમના ગામમાં, દલિતોની વસ્તી લગભગ ૨૦૦-૩૦૦ છે. બાકીના લોકો ઠાકોર, ચૌધરી અને પ્રજાપતિ જેવા સમુદાયના છે. કેટલાક અસામાજિક તત્વો આવા કાર્યો કરે છે. સારેપાડા અને મોટાના ગામોમાં આપણે તે અગાઉ જાેયેલા છે. અને જાે મારા લગ્નમાં આવું થાય છે, તો તે વકીલ તરીકેના મારા દરજ્જા પર પ્રશ્નો ઉભા કરશે”.બનાસકાંઠાના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે તેમને અરજીની જાણ નથી. જાેકે, તેમણે કહ્યું, વરઘોડા પરના હુમલા દુર્લભ છે. પરંતુ અમે સુનિશ્ચિત કરીશું કે આવું કંઈ ન થાય.
Recent Comments