ગુજરાત

વડોદરાને પૂરના પાણીથી બચાવવાના પ્રોજેક્ટને લીલીઝંડી અપાઈ

વડોદરામાં ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં આવતી જતા જનતાનું મોટું નુકસાન થયુ હતુ. વડોદરામાં અનેક ઘરમાં પાણી ઘુસી જતા ઘરવખરી બગડી ગઈ હતી. જેના પગલે સરકાર દ્વારા પણ કેટલાક ર્નિણયો લેવામાં આવ્યા છે. જેથી લોકોને નુકસાન થતુ અટકે છે. વડોદરાને પૂરના પાણીથી બચાવવાના પ્રોજેક્ટને લીલીઝંડી આપવામાં આવી છે. ખાસ સામાન્ય સભામાં સભાસદોની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સ્થાયી સમિતિમાં પણ તમામ સભ્યોએ મંજૂરી આપી છે. આગામી દિવસોમાં મનપા દ્વારા કામગીરી હાથ ધરાશે. પ્રથમ તબક્કાનું કામ ૧૦૦ દિવસમાં પૂર્ણ કરાશે. જ્યારે કામગીરી બાદ પૂરની સંભાવનામાં ૪૦ ટકા ઘટવાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલમાં રજૂ થયેલા લાંબા અને ટૂંકા ગાળાના કામો પૂર્ણ કરાશે.

Follow Me:

Related Posts