રાષ્ટ્રીય

મહાકુંભમેળામાં ભારે ભીડ વચ્ચે પણ પરમશાંતિ…!

પ્રયાગરાજમાં મહાકુંભમેળા પર્વે હૈયે હૈયું દળાઈ રહ્યું છે. વિશ્વનાં સૌથી વિરાટ સનાતન પર્વમાં સંન્યાસી સાધુ અને ધર્માચાર્યો તો મુખ્ય છે, ભાવિક શ્રદ્ધાળુઓ કરોડોમાં ઉમટી રહ્યાં છે. સંગમ સ્નાનનો આનંદ તો છે જ પણ સામાન્ય યાત્રિકોને ભીડ અને વ્યક્તિગત વ્યવસ્થા માટે સંઘર્ષ પણ અનુભવવો પડે છે. ગમે તે પરિસ્થિતિ હોય, જે ત્યાં છે તે જાણે છે… પણ પ્રસ્તુત દશ્ય ઉડીને આંખે વળગે તેવું જોવાં મળ્યું… ભારતવર્ષની ચાર શંકરાચાર્યપીઠનાં વર્તમાન પીઠાધિશોની તસવીર સાથેનાં મોટાં પાટિયા નીચે મસ્ત મોજ અને શાંતિ લઈ રહેલ એક સાધુ… મહાકુંભમેળામાં ભારે ભીડ વચ્ચે પણ પરમશાંતિ…! વાહ, નાનકડા થેલા સાથે લાકડી અને પગરખાં બાજુમાં મૂકીને ઘસઘસાટ… ટ… ટ…!


Related Posts