અભિનેત્રી દીપિકા પાદુકોણ દીકરીના જન્મ બાદથી કેમેરાથી દુર જાેવા મળી હતી કારણ કે હાલમાં તે પોતાનો સંપૂર્ણ સમય દીકરી સાથે પસાર કરી રહી છે ત્યારે દીપિકા પાદુકોણ માતા બન્યા પછી પહેલીવાર રેમ્પ વોક કરતી જાેવા મળી હતી. દીપિકા પાદુકોણે સબ્યસાચી માટે રેમ્પ વોક કર્યું હતુ. દીપિકાએ ચાહકોનું ધ્યાન ખેચ્યું છે.
આ દરમિયાન દીપિકા વ્હાઈટ કલરના લોગ કોટ લૂઝ વ્હાઈટ પેન્ટમાં જાેવા મળી હતી. દીપિકાનો આ લુક જાેયા બાદ ચાહકોને દિગ્ગજ અભિનેત્રી રેખાની જૂની સ્ટાઈલ યાદ આવી હતી. રેખા અને દીપિકાનો લુક સરખો લાગી રહ્યો છે. તેમજ હેર સ્ટાઈલથી લઈ આઉટફિટ પણ ચાહકોને રેખાની યાદ અપાવી હતી. અભિનેત્રીનો રેમ્પ વોક કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સબ્યસાચીની ૨૫મી એનિવર્સરીના શોમાં દીપિકા પાદુકોણનો લુક જાેયા પછી, ચાહકોએ તેની તુલના સુપરસ્ટાર રેખા સાથે કરવાનું શરૂ કરી દીધું છે.સોશિયલ મીડિયા પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.
Recent Comments