અમરેલી

મૃત્યુ પછી પણ જગત જોવું હોય તો ચક્ષુદાન કરો. સંવેદન ગૃપ દ્વારા ૧૦૫ મુ ચક્ષુદાન લેવાયું 

અમરેલીના સરદાર નગરમાં વસતાં સવિતાબેન હરીભાઈ ટાંક (ઉં.વ.૭૫)નું તા.૨૭-૦૧-૨૦૨૫ સોમવારના રોજ ભાવનગર ખાતે અવસાન થતાં સ્વર્ગસ્થની અંતિમ ઈચ્છા મુજબ તેમનાં પૂત્રો રાજેશભાઈ ટાંક તથા અનિલભાઈ ટાંક (શિક્ષક, પ્રાથમિક શાળા ઓળિયા) દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું. આ માટે રાજુભાઈએ અમરેલી વિસ્તારમાં નેત્રદાન ક્ષેત્રે સેવારત સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ.આ નેત્રદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટી, ટ્રસ્ટી ધર્મેન્દ્ર લલાડિયા સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલ વ્યાસ તથા કુલદીપ જાડેજાએ સેવા આપી હતી, સેવાભાવી ટાંક પરિવારની સમયસરની જાગૃતિ બે અંધજનોના જીવનમાં રોશની લાવશે, તેમજ મૃત્યુ બાદ ચક્ષુદાન માટે સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે તેમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.

Follow Me:

Related Posts