તા.૦૨ થી તા.૦૩ ફેબ્રુઆરી દરમિયાન જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી

અમરેલી તા.૨૯ જાન્યુઆરી, (બુધવાર) ગુજરાત રાજય સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૫ની તા.૦૨ થી તા.૦૩ દરમિયાન જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી અન્વયે સાવચેતીના જરુરી પગલા લેવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના મામલતદારશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
Recent Comments