સાઉદી અરેબિયાના પશ્ચિમી ક્ષેત્રમાં જીઝાન નજીક માર્ગ અકસ્માત; નવ ભારતીયોના મોત

સાઉદી અરેબિયાના પશ્ચિમી ક્ષેત્રમાં જીઝાન નજીક એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો જેમાં નવ ભારતીયોના કરૂણ મોત થયા હતા. જેદ્દામાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટે માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને અસરગ્રસ્ત પરિવારોને સંપૂર્ણ સહાયની ખાતરી આપી. દૂતાવાસે કહ્યું કે તે સ્થાનિક અધિકારીઓ અને પીડિતોના સંબંધીઓ બંનેના સંપર્કમાં છે.
જેદ્દા સ્થિત ભારતીય કોન્સ્યુલેટે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. દૂતાવાસે કહ્યું, “જેદ્દામાં ભારતના કોન્સ્યુલેટ જનરલ સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યા છે અને સ્થાનિક અધિકારીઓ સાથે સંપૂર્ણ સંપર્કમાં છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. વધુ પૂછપરછ માટે એક સમર્પિત હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે પણ સાઉદી અરેબિયાના જીઝાન નજીક થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. વિદેશ મંત્રીએ કહ્યું કે તેમણે જેદ્દામાં ભારતીય કોન્સ્યુલેટ સાથે વાત કરી છે અને ત્યાંના અધિકારીઓ પીડિતોના પરિવારો સાથે સતત સંપર્કમાં છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે માઇક્રોબ્લોગિંગ સાઇટ ઠ પર લખ્યું, “આ અકસ્માત અને જાનહાનિ વિશે જાણીને દુઃખ થયું. જેદ્દામાં અમારા કોન્સ્યુલ જનરલ સાથે વાત કરી જેઓ પરિવારોના સંપર્કમાં છે. તેઓ આ દુઃખદ પરિસ્થિતિમાં પોતાનો સંપૂર્ણ સહયોગ આપે છે.”
Recent Comments