ગુજરાત

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર

ગુજરાત પરથી કમોસમી માવઠાનું સંકટ હાલ ટળ્યું; સંભવિત સિસ્ટમ નબળી પડતા માવઠાથી રાહતઃ હવામાન વિભાગહવામાન વિભાગના અધિકારી દ્વારા આવનાર દિવસોમાં રાજ્ય પરથી કમોસમી માવઠાનું સંકટ હાલ ટળ્યું છે કહેવામાં આવ્યું હતું. અગાઉ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાયેલી સંભવિત સિસ્ટમ નબળી પડતા માવઠાથી રાહત મળી છે જેના લીધે હવે રાજ્યના ખેડૂતો એ પણ રાહત નો શ્વાસ લીધો છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી અઠવાડિયામાં તાપમાનમાં ફેરફારની શક્યતા નથી

હવામાન વિભાગે ૨ અને ૩ ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરી હતી, પરંતુ હવે સિસ્ટમ નબળી પડતા તેની શક્યતા ઓછી છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ નોંધાયું છે. અમદાવાદમાં ૧૫.૯ ડિગ્રી સેલ્સિયસ અને કેશોદમાં ૧૨.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

આગામી સમયમાં ૨ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેના કારણે હવામાનમાં પલટો આવી શકે છે. હાલ ઉત્તર પશ્ચિમી તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની અસરથી તાપમાનમાં વધઘટ થઈ શકે છે. ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાથી ગરમીનો અનુભવ થશે તેમજ બે વસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી સમયમાં સક્રિય થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું હજુ શિયાળો ગયો નથી. પરંતુ સામાન્ય ગરમીનો પ્રભાવ જાેવા મળી શકે છે.

Follow Me:

Related Posts