રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે સ્ટેટ મોનીટરિંગ સેલ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું

નવા બનેલા સ્ટેટ મોનીટરિંગ સેલ પોલીસ સ્ટેશનમાં ૧૦ આરોપીઓ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે સ્ટેટ મોનીટરિંગ સેલ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું હતું. ગાંધીનગર પોલીસ ભવન ખાતે સ્ટેટ મોનીટરિંગ સેલની કચેરીમાં આ પોલીસ સ્ટેશન કાર્યરત થયું છે. આ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલી આશિષ અગ્રવાલ ગેંગ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંટા અને ગાંધીનગર જિલ્લાઓમાં સંગઠિત ગુના આચરતી ટોળકીના આશિષ ઉર્ફે આસુ આર.અગ્રવાલ અને વિનોદ ઉર્ફે વિજય મુરલીધવ સિંધી ઉદવાણી સહિતમા ૧૦ શખ્સોની ટોળકી સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ એક્ટ(ય્ેંત્નઝ્ર્ર્ંઝ્ર) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ચટોળકી સામે દાખલ થયેલા ગુનાઓમાં પ્રોહિબિશન અને આઈપીસી વગેરે ગનાઓ નોંધાયેલા છે.
જે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ (ય્.ઝ્ર.્.ર્ં,ઝ્ર) ની કલમ હેઠળ ત્રણ વર્ષથી વધુ સજાપાત્ર ગંભીર ગુનાઓ છે. આ ટેળકી વિરૂધ્ધ છેલ્લા દસ વર્ષમાં ૧૬ ગુનાઓમાં કોર્ટે ન્યાયિક નોંધ લઈને તહોમતનામુ ફરમાવવામાં આવેલ છે. આ ટોળકીના તમામ સભ્યોના ગુનાહિત જાેતા સમામ સભ્યો વિરૂધ્ધ ૫૦૦થી વધુ ગુનાઓ દાખલ થયેલા છે. જેને પગલે તેમની સામે ગુજસીટોક હેઠળ સ્ટેટ મોનિટરીંગ સેલમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગુના આચરતી આ ગેંગના શખ્સોએ એકબીજા સાથે મળી કાવતરૂ ઘડીને ગુજરાતમાં પ્રતિબંધિત વિદેશી દારૂના ગેરકાયદેસર રીતે આયાત કરાવી, ગુજરાત રાજ્યનવી હદમાં વિદેશી દારૂનું પરિવહન કરી, વહેંચણી અને વેચાણ કરાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે ખોટી નંબર પ્લેટ, એન્જીન-ચેસિસ નંબર અને ખોટા ટ્રાન્સપોર્ટ દસ્તાવેજાે બનાવીને ગુના આચર્યા હતા.
Recent Comments