હવામાન અને ઋતુઓનાં રંગ પ્રયાગરાજ મહાકુંભમેળામાં
પ્રયાગરાજ મહાકુંભમેળામાં સૌને ભારે આકર્ષણ છે, ત્યારે અંહીયાહવામાન અને ઋતુઓનાં રંગ પણ મોજથી માણવા મળે છે. શિયાળાની ઠંડી તો ખરી જ પણ સાથે ભારે ધુમ્મસ, વરસાદી વાતાવરણ કે હળવો તડકો પણ થઈ જાય છે.કુંભમેળો આમ તો અખાડા અને સાધુ સંતોનો સાધના મેળો છે, પરંતુ ભાવિક શ્રદ્ધાળુઓને ખૂબ આસ્થા રહેલ હોઈ ભારે મોટી સંખ્યામાં ઉમટી રહેલ છે. ભારતવર્ષના આ પ્રયાગરાજ મહાકુંભમેળામાં સૌને ભારે આકર્ષણ છે, ત્યારે અંહીયા
હવામાન અને ઋતુઓનાં રંગ પણ મોજથી માણવા મળે છે. માત્ર વહેલી સવારે જ નહિ ગમે ત્યારે ધુમ્મસ છવાઈ જતું જોવાં મળે અને સાવ નજીકની વ્યક્તિ પણ જોઈ ન શકાય.! શિયાળાની ઠંડી તો ખૂબ લાગે જ છે, પણ વળી બપોર બાદ સહેજ તડકાની અસર એટલે સામાન્ય ગરમીનો અનુભવ પણ થઈ જાય. એટલું જ નહિ કુંભમેળા પ્રારંભના આગલા દિવસે તો વરસાદી વાતાવરણ સર્જાઈ ગયું અને પાછું સદભાગ્યે હળવું થઈ ગયું. શિયાળાની ઠંડી તો ખરી જ પણ સાથે ભારે ધુમ્મસ, વરસાદી વાતાવરણ કે હળવો તડકો પણ થઈ જાય છે… આ બધું માણવાની પણ મજા હોય છે, હો… પ્રકૃતિ સાથેનું સાનિધ્ય પણ એક અધ્યાત્મ જ છે ને..? સમજાય તો…! …અને હા, આ વાતાવરણમાં ચા, પ્રસાદ કે નાસ્તો બધું જ ગરમ ગરમ લેવાની પણ મોજ તો હોય જ છે, પૂરા કુંભમાં ચોવીસ કલાક…!
Recent Comments