fbpx
ગુજરાત

ડાકોરમાં જુગાર રમતા ૧૩ શખ્સોની સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) પોલીસે ઝડપી પાડ્યા

ભગવાન રણછોડરાયના ધામ ડાકોરમાં જુગાર રમતા તેર લોકોની મોનીટરિંગ સેલ (જીસ્ઝ્ર) પોલીસે ધરપકડ કરી હતી. જુગાર રમતા ઝડપાયેલા લોકો પાસેથી પોલીસે રોકડ રકમ અને વાહનો મળીને રૂ.૧,૮૪,૫૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જીસ્ઝ્ર ની ટીમને માહિતી મળી હતી કે ખેડાના ડાકોરમાં ગાંધીબાગ ગેટ પાસે ગોમતી ઘાટ ખાતે કેટલાક શક્સો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.

જેમાં જુગાર રમતા ૧૩ લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેતી પોલીસે રૂ.૪૦,૦૩૦ રોકડા અને ચાર વાહનો તથા ૧૦ મોબાઈલ મળીને કુલ રૂ. ૧,૮૪,૫૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓને બાદમાં ડાકોર પોલીસને સોંપવામાં આવ્યા હતા, હવે આ સમગ્ર મામલે વધુ તપાસ ડાકોર પોલીસ કરી રહી છે.

Follow Me:

Related Posts