યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મેક્સિકો અને ચીન સામે નવા ટેરિફ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા
મેક્સિકોના હિતોના રક્ષણ માટે ટેરિફ અને નોન-ટેરિફ પગલાં અમલમાં મૂકવામાં આવશેઃ મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમેઅમેરિકા દ્વારા મેક્સિકન માલસામાન પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ તેમણે દેશના અર્થતંત્ર મંત્રીને મેક્સિકોના હિતોના રક્ષણ માટે ટેરિફ અને નોન-ટેરિફ પગલાં અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તણાવને શાંત કરવાનો વારંવાર પ્રયાસ કર્યો છે. તેમણે ઓક્ટોબરમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ તેમની સરકારના કામની પ્રશંસા કરી હતી. શેનબૌમે જણાવ્યું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન, ઘાતક સિન્થેટિક ઓપીયોઇડ ફેન્ટાનાઇલના ૨૦ મિલિયન ડોઝ જપ્ત કરવામાં આવ્યા હતા, અને ડ્રગ હેરફેરના આરોપી ૧૦,૦૦૦૦ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
યુએસના ફરી એકવાર ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મેક્સિકો અને ચીન સામે નવા ટેરિફ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે ચીનમાંથી તમામ આયાત પર ૧૦ ટકા ટેરિફ અને મેક્સિકોથી આયાત પર ૨૫ ટકા ટેરિફ લાદવા માટે આર્થિક કટોકટી જાહેર કરી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ કેનેડિયન માલ પર ભારે ડ્યુટી લાદવાના તેમના વચનનું પાલન કરશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે યુ.એસ.માં સિન્થેટિક ઓપીયોઇડ ફેન્ટાનાઇલની દાણચોરી અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવેશને રોકવામાં શેનબૌમ સરકારની નિષ્ફળતાને કારણે તેમણે મેક્સીકન માલ પર ટેરિફ લાદવાનો ર્નિણય લીધો હતો.
Recent Comments