અમેરિકન સેનાએ પૂર્વ આફ્રિકન દેશ સોમાલિયામાં ઇસ્લામિક સ્ટેટના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા
પેન્ટાગોને કહ્યું કે આ હુમલામાં કોઈ પણ સામાન્ય નાગરિકને નુકસાન થયું નથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના આદેશ પર અમેરિકાની સેના દ્વારા પૂર્વ આફ્રિકન દેશ સોમાલિયામાં ઇસ્લામિક સ્ટેટના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. સેનાએ આતંકવાદી સંગઠન ૈંજીના લડાકોને નિશાન બનાવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન આ કોઈ આફ્રિકન દેશમાં કરવામાં આવેલી પહેલી લશ્કરી કાર્યવાહી છે.સાથેજ યુએસ લશ્કરી અધિકારીઓએ ચેતવણી આપી છે કે આતંકવાદી માસ્ટરોના નિર્દેશો હેઠળ ૈંજી લડાકો ઉત્તર સોમાલિયામાં વધુ સક્રિય થઈ શકે છે. ૈંજી લડાકો ભંડોળ એકત્ર કરવા માટે લોકોનું અપહરણ કરી શકે છે. વધુમાં, આમાં ડ્રોનથી છુપાવવા માટે વધુ સારી લશ્કરી વ્યૂહરચના અને પોતાના નાના ડ્રોન બનાવવાનો સમાવેશ થાય છે.
આ હુમલા બાબતે રક્ષા સચિવ પીટ હેગસેથે શનિવારે જણાવ્યું હતું કે, ટ્રમ્પના નિર્દેશ પર અમેરિકાની આફ્રિકા કમાન્ડ દ્વારા સોમાલી સરકાર સાથે સંકલનમાં આ હુમલાઓ કરવામાં આવ્યા. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ ‘પેન્ટાગોન’ના પ્રારંભિક મૂલ્યાંકનમાં સંકેત મળ્યા છે ઘણા ૈંજી લડવૈયાઓ માર્યા ગયા છે. પેન્ટાગોને કહ્યું કે આ હુમલામાં કોઈ પણ સામાન્ય નાગરિકને નુકસાન થયું નથી.
જાે કે, સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે આ ઓપરેશનમાં એક વરિષ્ઠ ૈંજી પ્લાનર અને ભરતી કરનારને નિશાન બનાવવામાં આવ્યા. તેમણે કહ્યું, “આ હુમલાઓમાં એ ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા, જ્યાં તે (આતંકવાદીઓ) રહેતા હતા અને નાગરિકોને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના ઘણા આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા. અમારી સેના લાંબા સમયથી આ ૈંજીૈંજી પ્લાનરને નિશાન બનાવી રહી હતી, પરંતુ બાઇડન અને તેના સાથીઓએ કામ પૂર્ણ કરવા માટે પૂરતી ઝડપથી કાર્યવાહી કરી ન હતી, જે મેં કરી”
Recent Comments