છત્તીસગઢના બીજપુરમાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી અને ૮ નકસલવાદીઓ માર્યા ગયા
શનિવારે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી, જેમાં ૮ નકસલવાદીઓ માર્યા ગયા હતા. આ તમામ મૃતદેહો પણ મળી આવ્યા છે. સવારે ૮ વાગ્યાથી નકસલવાદીઓ વિરુદ્ધ આ એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. ડિસ્ટ્રિકટ રિઝર્વ ગાર્ડ (ડ્ઢઇઝ્ર), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (જી્હ્લ), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (ઝ્રઇઁહ્લ)ની બટાલિયન નંબર ૨૨૨ અને ઝ્રઇઁહ્લની કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (ર્ઝ્રંમ્ઇછ)ની ૨૦૨મી બટાલિયન દ્વારા સંયુક્ત ઓપરેશન બાદ આ એન્કાઉન્ટર થયું હતું. હુઈ પોલીસના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર સવારે ૮.૩૦ વાગ્યે શરૂ થયું હતું અને હજુ પણ ઓપરેશન ચાલુ છે.બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. છત્તીસગઢમાં ૧ જાન્યુઆરીથી અત્યાર સુધીના વિવિધ એન્કાઉન્ટરમાં કુલ ૪૮ માઓવાદીઓ માર્યા ગયા છે, જેમાં તાજેતરના એન્કાઉન્ટરનો પણ સમાવેશ થાય છે.
Recent Comments