દ્વારકા નગરપાલિકામાં ભાજપ ચૂંટણી પહેલાં જીતની રેસમાં આગળ
આખા ગુજરાત રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકામાં હાલ નગરપાલિકાની ચૂંટણીનો ખરાખરીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા જ રેસમાં પોતાની જીતનો ડંકો વગાડી દીધો હોય તેવા સમાચાર આવ્યા છે, દ્વારકા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પહેલા જ ભાજપે ૮ બેઠક બિનહરીફ જીતી છે. દ્વારકા નગરપાલિકાનાં વોર્ડ નં ૪ માં તમામ સભ્યો બિનહરીફ થયા છે, જ્યારે વોર્ડ નં ૩ માં ૩ સભ્યો બિનહરીફ અને વોર્ડ ન ૭ માં ૧ સભ્ય બિનહરીફ જાહેર કરાયા છે. આમ, ભાજપ માટે નગરપાલિકામાં ફરી સત્તા પર આવવાનો માર્ગ અત્યારથી જ સાફ થઈ ગયો હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે. દ્વારકામાં ભાજપનાં ૮ ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં પક્ષમાં જશ્નનો માહોલ જાેવા મળી રહ્યો છે.
Recent Comments