કાગના ફળિયે કાગની વાતું પદ્મશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગની જન્મ ભૂમિમાં – કાગચોથની ઉજવણી થશે
પ્રતિવર્ષ પુજ્ય કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ના નામી- અનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્તુતિ થાય છે.
ચાલુ વર્ષ પૂજ્ય કાગબાપુની ૪૮ મી પુણ્યતિથિ નિમિતે ઘોષિત થયેલ કાર્યક્રમ મુજબ તા. ૦૩.૦૩.૨૦૨૫ ના બપોરે 3 થી સાંજના 6 સુધી પુજ્ય મોરારીબાપુ ના સાનિધ્યમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “ વિષય અંતર્ગત કવિશ્રી વિનોદ જોષી. આ કાર્યક્રમનું સંકલન ચારણી સાહિત્ય ,સંતવાણી અને લોક સાહિત્યના મર્મજ્ઞ ડો. બળવંત જાની સાંભળશે.
રાત્રી ના સાડા આઠ કલાકે કાગ પરિવાર દ્વારા સહુ મહેમાનોનું સ્વાગત થશે. રાત્રે 9 કલાકે પુજ્ય બાપુ પ્રેરિત પુ. મોરારીબાપુ ના વરદ હસ્તે પ્રતિવર્ષ અપાતા કવિ કાગ એવોર્ડની પરંપરામાં આ વર્ષ દિવંગત સ્વ ભાયલાલભાઈ કવિ , શ્રી આશાનંદ ગઢવી, ધનરાજ ગઢવી, સ્ટેજ કાર્યક્રમ સંદર્ભમાં અમુદાનભાઈ ગઢવી તથા રાજેસ્થાની સાહિત્યમાં પ્રદાન કરનારને અપાતો એવોર્ડ આ વર્ષ રાજસ્થાન સાહિત્યમાં પ્રદાન કરી રહેલા શ્રી લક્ષ્મણદાન કવિયા (નાગૌર) ને આ વર્ષનાં કવિ કાગ એવોર્ડ અર્પણ થશે. એવોર્ડ અર્પણ બાદ પુજ્ય મોરારી બાપુનો પ્રાસંગિક વક્તવ્ય રહેશે. રાત્રી ના દસ કલાકે કાગવાનીની પ્રસ્તુતિ થશે. આ પ્રસંગે પદ્મશ્રી કવિ કાગબાપુ ટ્રસ્ટ બાબુભાઇ રામભાઈ કાગ દ્વારા સહુ ભાવકો ને પધારવા નિમંત્રણ પાઠવેલ છે.
Recent Comments