નદીમાં પ્રેક્ટિસ કરીને જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં સૌથી વધુ 17 મેડલ મેળવતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકો શાળાના આચાર્યશ્રી બી. એ.વાળા એ પણ ત્રણ મેડલ મેળવ્યા
પાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય અને બાળકોના કોચ બી. એ.વાળાના માર્ગદર્શન હેઠળ શેત્રુંજી નદીમાં પ્રેક્ટિસ કરીને જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ,ભાવનગર ખાતે બે દિવસ સુધી યોજાયેલ જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકોએ નવ ગોલ્ડ મેડલ અને પાંચ સિલ્વર મેડલ તથા ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.શાળાના આચાર્યશ્રી બી.એ.વાળા એ પણ બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવ્યા છે.ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવનાર ખેલાડીઓ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. બહેનોની ટીમ ના મેનેજર તરીકે અલ્પાબેન ડોડિયાએ કામગીરી કરી હતી.
Recent Comments