fbpx
અમરેલી

પ્રાકૃતિક કૃષિ – અમરેલી જિલ્લાના હડાળા મુરલીધર ગૌશાળા ખાતેથી જીવામૃતનું વેચાણ

 અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના સહયોગ થી અમરેલી જિલ્લાના હડાળા ગામ સ્થિત મુરલીધર ગૌશાળામાં જીવામૃત પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટના માધ્યમથી પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને ફાયદો થશે.

હાલ ગૌશાળા ખાતે ૧૦,૦૦૦ લીટર જીવામૃતનો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. શરુઆતના તબક્કે ૨,૦૦૦ લીટર જીવામૃત બનાવવામાં આવ્યું હતું, જેનું વેચાણ શરુ થયું. વૈજ્ઞાનિક અભિગમ મુજબ જીવામૃત પાંચ થી સાત દિવસમાં તૈયાર થાય છે. પ્રારંભિક તબક્કે જીવામૃતના વેચાણની શરુઆત થતાં હડાળા ગામના ખેડુતો ખરીદી કરી છે આગામી સમયમાં હડાળા સિવાયના ખેડુતો માટે પણ તે ઉપલબ્ધ થશે.

આગામી ટૂંકા સમયગાળામાં ઘન જીવામૃતનું પણ વેચાણ શરુ કરવામાં આવશે.પ્લાન્ટનું  લોકાર્પણ થયાને હજુ ઘણો સમય થયો છે પરંતુ જીવામૃતનું વેચાણ ખૂબ મોટા પાયે થયું છે.

અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે જિલ્લાના ખેડુતો હડાળા મુરલીધર ગૌશાળાની મુલાકાત લઈ શકે છે  અને ગૌશાળા ખાતે વેચાણ થતાં જીવામૃત અને ઘન જીવામૃતની ખરીદી કરી શકે છે, તેમ અમરેલી પ્રાકૃતિક કૃષિ કોલેજના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

Follow Me:

Related Posts