પટના જિલ્લાના કોંગ્રેસ વિધાયક દળના નેતા શકીલ અહેમદ ખાનના પુત્રએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
બિહારના પટના જિલ્લામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહેમદ ખાનના ૧૭ વર્ષના પુત્ર આયાન એ આત્મહત્યા કરી લીધી છે.આયાન શકીલ અહેમદ ખાનનો એકમાત્ર સંતાન હતું અને સરકારી આવાસ (સ્ન્ઝ્રના આવાસ) માં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાબતે ખબર મળતાજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાશને નાળામાંથી બહાર કાઢી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
આ ઘટના બની ત્યારે શકીલ એહમદ બિહારથી બહાર હતા અને પુત્રના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ તેઓ ઘરે પરત ફરવા રવાના થઈ ગયા છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.શકીલ અહેમદના ઘરે કામ કરતા સ્ટાફે જણાવ્યું કે અયાન રવિવારે રાત્રે જમ્યા બાદ તેના રૂમમાં ગયો હતો. સવારે તે ન જાગતાં રૂમનો દરવાજાે ખટખટાવ્યો હતો. જ્યારે દરવાજાે ખટખટાવ્યા બાદ પણ ન ખુલ્યો ત્યારે સિક્યુરિટી ગાર્ડને બોલાવવામાં આવ્યો હતો. તેણે રૂમનો દરવાજાે તોડ્યો તો અંદર અયાન લટકતો જાેવા મળ્યો. આ માહિતી તરત જ શકીલ સાહેબ અને પોલીસને આપવામાં આવી.
કોંગ્રેસ નેતા શકીલ અહેમદની દીકરી ઈંગ્લેન્ડમાં કાયદાનો અભ્યાસ કરે છે અને તેણે પણ સમાચાર મળતા તે ઘર માટે નીકળી ગઈ છે તો બીજી તરફ શકીલ અહેમદ પણ બિહાર પરત ફરી રહ્યા છે ત્યારે મૃતકની માંની હાલત રડી-રડીને ખૂબ નાજુક થઈ ગઈ છે. આયાન ૧૮ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ પટનામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને મળ્યો હતો. શકીલ અહમદ ખાને પોતે અયાનને સ્ટેજ પર લાવ્યો હતો અને રાહુલ ગાંધી સાથે તેનો પરિચય કરાવ્યો હતો. આ દરમિયાન આયાને રાહુલ ગાંધીને એક પેઇન્ટિંગ ગિફ્ટ કરી હતી, જેના રાહુલે ખૂબ વખાણ કર્યા હતા. અયાન ખૂબ જ ખુશ હતો, પરંતુ તેના અચાનક પગલા પાછળનું કારણ સમજાયું નહીં.
Recent Comments