fbpx
રાષ્ટ્રીય

મહાકુંભ સંબંધી ફેલાયેલી અફવાઓ પર પોલીસે કડક કાર્યવાહી શરૂ; સાત ઠ (ટિ્‌વટર) એકાઉન્ટ વિરુદ્ધ FIR

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ સંબંધી ફેલાયેલી અફવાઓ, ફેક વિડીયો પર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. સૌપ્રથમ ઘટનામાં બ્રજેશ કુમાર પ્રજાપતિ નામના એક વ્યક્તિએ ટિ્‌વટર પર નેપાળની એક પૂર્વ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો અને તેને મહાકુંભ સાથે જાેડીને જણાવ્યું હતું. તેમણે પોસ્ટમાં લખ્યું, “પ્રયાગરાજ મહાકુંભ એટલે મૃત્યુનો મહાકુંભ.” આ પોસ્ટને કારણે લોકોમાં મૂંઝવણ અને ભ્રમ ઊભા થઈ ગયા હતા, જે બાદ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી હતી.

આ મામલો પ્રકાશમાં આવતાં પ્રયાગરાજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બ્રજેશ કુમાર પ્રજાપતિ વિરુદ્ધ હ્લૈંઇ નોંધી તપાસ શરૂ કરી. કુંભ મેળા પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ પુષ્ટિ વિના સોશિયલ મીડિયા પર કોઈપણ વીડિયો કે સમાચાર શેર ન કરે, જેથી ખોટી માહિતી ફેલાવતા અટકાવી શકાય.હકીકત તપાસ્યા પછી, જાણવા મળ્યું કે આ વીડિયો ખરેખર નેપાળનો છે, જેને મહાકુંભ મેળા પોલીસે પણ ખોટો જાહેર કર્યો છે. કોતવાલી મહાકુંભ પોલીસે આ ભ્રામક પોસ્ટ ફેલાવવા બદલ સાત ‘ઠ’ (ટિ્‌વટર) એકાઉન્ટ વિરુદ્ધ હ્લૈંઇ નોંધી છે. વધુમાં, આ ખાતાઓ સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

ર્ બ્રજેશ કુમાર પ્રજાપતિ (જ્રહ્વટ્ઠિદ્ઘીજરાદ્બॅટ્ઠિદ્ઘટ્ઠ)
ર્ રાજન શાક્ય (જ્રઇછત્નત્નછદ્ગજી૨૦૬૨૫૧)
ર્ અશફાક ખાન (જ્રછજરકટ્ઠૂદ્ભ૧૨૫૬૫૩૪૨)
ર્ સત્ય પ્રકાશ નાગર (જ્રજીટ્ઠંઅટ્ઠॅિ૭૮૦૪૯૫૦૦)
ર્ પ્રિયંકા મૌર્ય (જ્રઁિૈઅટ્ઠહા૨૩૨૩૩૨)
ર્ આકાશ સિંહ ઇન્ડિયા (જ્રછાટ્ઠજરજૈહખ્તરદ્ઘટ્ઠંટ્ઠદૃ)
ર્ અભિમન્યુ સિંહ (જ્રછહ્વરૈદ્બટ્ઠહએ૧૩૦૫)

ઉત્તર પ્રદેશના કુંભ મેળાને લગતો એક ભ્રામક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્રંૈખ્તીિઅટ્ઠઙ્ઘટ્ઠદૃ૫૧૯ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં કુંભ મેળામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને નદીમાં તરતા દર્શાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, વીડિયોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે જે લોકો હજુ પણ શ્વાસ લઈ રહ્યા છે તેમની કિડની કાઢીને તેમના મૃતદેહને નદીમાં ફેંકી દેવામાં આવી રહ્યા છે.

આ વીડિયો સામે આવ્યા બાદ મહાકુંભ પ્રશાસને કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે આવી ખોટી માહિતી ફેલાવીને ઉત્તર પ્રદેશ સરકારની છબી ખરાબ કરવાનો અને લોકોમાં ભય અને નફરત પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલાને ગંભીરતાથી લેતા, પોલીસે કોતવાલી કુંભ મેળામાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સામે હ્લૈંઇ દાખલ કરી છે અને તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts