વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં ગુજરાતના ટેબ્લોને ત્રીજું સ્થાન મેળવવા બદલ કલાકારોને ગાંધીનગર ખાતે અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
૭૬માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિજેતા થયેલ ગુજરાત ટેબ્લોના કલાકારોની ટીમે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ વિવિધરાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં ગુજરાતના ટેબ્લોને ત્રીજું સ્થાન મેળવવા બદલ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અવંતિકા સિંઘ, માહિતી નિયામક શ્રી કે.એલ.બચાણી, અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ, નાયબ માહિતી નિયામક શ્રી જિગર ખુંટ સહિત માહિતી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ” ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી છે.
Recent Comments