fbpx
બોલિવૂડ

સૈફ અલી ખાનની નવી ફિલ્મ ‘જ્વેલ થીફ’નું ટીઝર રિલીઝ

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાનની નવી ફિલ્મ ‘જ્વેલ થીફ’ નું ટીઝર રીલીઝ થઈ ગયુ છે, જે એક હાઈ-સ્ટેક નેટફ્લિક્સ થ્રિલર છે, આ ટીઝરમાં સૈફ અલી ખાન સાથે જયદીપ અહલાવત પણ જાેવા મળે છે. સૈફ અલી ખાન એક ચોરની ભૂમિકામાં છે જેને આફ્રિકન રેડ સન ડાયમંડ ચોરવા માટે ભાડે રાખવામાં આવે છે, પરંતુ તેની લૂંટ એક ભયંકર વળાંક લે છે. હીરા મેળવવા માટે રમત જીવલેણ બની જાય છે અને બધાની નજર તેના પર હોય છે.

આ થ્રિલર ફિલ્મના ટીઝરમાં જણાવાયું છે કે એક ખતરનાક ગુનાખોર બોસ દ્વારા વિશ્વના દુર્લભ હીરા, આફ્રિકન રેડ સન ચોરી કરવા માટે એક ચોરને રાખવામાં આવે છે. પરંતુ વસ્તુઓ ખોટી પડે છે અને લૂંટ, જૂઠાણું અને અવિશ્વાસમાં ફેરવાય છે. આ એક ઘાતક રમત છે જેમાં કોઈ પર વિશ્વાસ કરી શકાય નહીં.

સિદ્ધાર્થ અને મમતા આનંદે આ અંગે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમે માર્ફ્લિક્સમાં ધ જ્વેલ થીફ દ્વારા નેટફ્લિક્સ સાથે સ્ટ્રીમિંગ ડેબ્યૂ કરવા માટે ઉત્સાહિત છીએ. આ ફિલ્મ પ્રેમ, એક્શન, સસ્પેન્સ અને ષડયંત્રની આસપાસ ફરે છે. આ એક એવો પ્રોજેક્ટ છે જે હાઇ-ઓક્ટેન દ્રશ્યો, મનોરંજક વાર્તા કહેવાની શૈલી અને આકર્ષક દ્રશ્યો સાથે સર્જનાત્મકતાને વેગ આપે છે. તેમણે વધુમાં ઉમેર્યું, ‘નેટફ્લિક્સ સાથેની ભાગીદારી અમને આ ફિલ્મને વિશ્વભરના દર્શકો સુધી લઈ જવાની મંજૂરી આપશે.’ આ માર્ફ્લિક્સ માટે એક નવો અધ્યાય છે કારણ કે અમે સિનેમા પ્રત્યેના અમારા જુસ્સાને એક અલગ સ્તરે પ્રદર્શિત કરી રહ્યા છીએ અને અમે આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.

Follow Me:

Related Posts