મેરવદર ગામમા ચેકડેમો માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મિટિંગ.
ઉપલેટા તાલુકાનું મેરવદર ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે સરસ મજાની એક મિટીનું આયોજન કરવામાં આવેલ છે.રાજકોટ અગ્રણી બિલ્ડર્સ જમનભાઈ ડેકોરા દ્વારા વરસાદી શુદ્ધ પાણી બચાવવા માટે ઓફિસ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને કાર્ય માટે અર્પણ કરેલ છે, અને પોતાના વતનમાં મેરવદરમાં વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેના માટે મિટિંગનું આયોજન કરેલ, જો આ રીતે દરેક ઉદ્યોગપતિઓ અને દાતાઓ વતન પ્રેમ બતાવે તો દરેક ગામડાઓ માં ખેત ઉત્પાદનનું પ્રમાણ ખૂબ વધે અને ખેડૂતોની આર્થિક તાકાત માં વધારો થવાથી ભારત દેશની આર્થિક સમૃદ્ધિ વધશે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું મહત્વ, તેનો સંગ્રહ અને જમીન સ્તરને ઊંચું લાવવા માટે ચેકડેમ કેવી રીતે અસરકારક છે,
તે અંગે ગામ લોકોને ને માર્ગદર્શન આપ્યું. તેમણે સમજાવ્યું કે ચેકડેમથી જળસ્તર ઉંચું આવશે, વરસાદી જળનો સંગ્રહ કરવાથી જમીનના અંદરના પાણીનું સ્તર વધશે, ખેતી માટે સતત પાણી ઉપલબ્ધ રહેશે, ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતો એક કરતા વધુ સિઝનમાં ખેતી કરી શકશે.અમારી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સમગ્ર સૃષ્ટિની પ્રકૃતિની રક્ષા માટે વરસાદી પાણી બચાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ચેકડેમ રિપેર, ઊંચા, ઉંડા કરવા અને નવા બનાવવાનું કાર્ય પૂરજોશમાં થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ૧૧,૧૧૧ ચેકડેમ અને ૧૧,૧૧૧ બોર રીચાર્જ કરવાનો બનાવવાનો સંકલ્પ કરેલ છે.આ મિટિંગ માં ઉપસ્થિત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયા, જમનભાઈ પટેલ, મનસુખભાઈ કથીરિયા, રાજેશભાઈ.ધંટેસરિયા કિશોરભાઈ,ગોવિંદભાઈ વિરડીયા, ઉમેશભાઈ ધંટેસરિયા ભીમજીભાઈ ગોંડા રાગેશભાઈ ધંટેસરિયા રમેશભાઈ જાવિયા, દિનેશભાઈ જાવિયા અરવિંદભાઈ સાવલીયા જયેશભાઈ મણવર કિરીટભાઈ ગોંડા વિરમભાઇ પ્રવીણભાઈ સવાણી ગોરધનભાઈ અમિતભાઈ સવદાસભાઈ, જીવાભાઈ કાકરોલીયા, કાંતિભાઈ સવાણી વિનુભાઈ સાવલિયા વસંતભાઈ ગજેરા, રતિભાઈ સાવલીયા અનિલભાઈ કથીરિયા સવજીભાઈ રાદડિયા, દિલીપભાઈ ગજેરા ધર્મેશભાઈ સવાણી, અશ્વિનભાઈ દેસાઈ, ભોવાનભાઈ ગજેરા અમૃતલાલ મોરવાડ, નવનીતભાઈ ચનીયારા, બાબુભાઈ કનેરિયા સમસ્ત ગ્રામજનો હાજર રહયા હતા.
Recent Comments